ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એ એમનાજ વિભાગ ના અધિકારીઓ ને મોકલેલી યાદી માં ચોંકાવનારી વિગતો સામે આવી છે,પોલીસ બેડા માં હાલ હડકંપ જેવી સ્તિથી થવા પામી છે,જેમાં આ યાદીમાં એસપી બગડિયા એ આપેલી કડક સૂચના મુજબ જિલ્લા ના તાલુકા તથા ગ્રામ્ય વિસ્તાર ટાઉન માં ઇંગ્લિશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરાય છે જેમાં બુટલેગરો દ્વારા નવા નવા કિમીયાનો ઉપયોગ કરી યુવાન છોકરા છોકરીયો ને દારૂના વેચાણ હોમ ડિલિવરી સ્કૂલ બેગ જેવા સાધનોનો ઉપયોગ કરી માલ પોહ્ચાડવા ઉપયોગ થાય છે ત્યારે આ બાબતે લોકલ પોલીસ,જિલ્લા એલસીબી,એસઓજી,ના સહકાર થી ચલાવવામાં આવે છે ત્યારે કોણ કોણ આ પ્રવૃત્તિ માં સંડોવાયેલ છે તેના નામો અમારી પાસે છે અને ઇંગ્લિશ દારૂનો ધંધો કરવામાં લોકલ પોલીસ દ્વારા મદદ કરવામાં આવતા આ બુટલેગરો પર રેડ કરાતી નથી જેમાં જિલ્લાના કેટલાક અધિકારીઓ કર્મચારીઓ સંડોવાયેલા છે અને એટલે અમે કોલ ડિટેઇલ મંગાવી છે જેના આધારે આમા કોઈપણ અધિકારી કે પછી કર્મચારીની સંડોવણી જોવા મળશે તેને ગુનામાં આરોપી બનવવામાં આવશે જેની નોંધ લેવી વધુમાં પોલીસ અધિકારી/કર્મચારી દ્વારા દારૂની ગાડીયો નું પાયલોટિંગ કરવામાં આવે છે જેમાં પોલીસ ની ગાડી આગળ અને દારૂની ગાડીયો પાછળ ચાલે છે તે ખુબજ નિન્મ કક્ષાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવે છે જે ગંભીર બાબત છે.
high light-નાયબ પોલીસ અધિકારીઓ નું નબળું સુપરવીઝન:યાદી માં જિલ્લા પોલીસ વડા એ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે નાયબ પોલીસ અધિકારીઓ તેમના ડીવીજન માં નબળું સુપરવીઝન રાખવાના કારણે આવી પ્રવૃત્તિ ને વેગ મળે છે જેના કારણે જિલ્લા માં દારૂ જુગાર ના બુટલેગરો ખુલ્લેઆમ તેમજ ચોરીછૂપી થી જિલ્લા એલસીબી,એસઓજી તેમજ લોકલ પોલીસ ની પરમિશન થી ધંધા ચાલુ કરેલ છે ત્યારે અમે જાતે દારૂ જુગાર ની રેડ કરીશુ જેમાં રેડ સફળ થશે તો ઘણા અમલદારો,બીટ જમાદાર,એલસીબ ,એસઓજી ને પણ શિક્ષા કરીશુ જેની ગંભીર નોંધ લેવી જિલ્લા માં દારૂ જુગાર ની પ્રવૃત્તિ કોઈ પણ સંજોગો માં ચલાવી નહિ લેવાય માટે મીલીભગત હોય તો બંધ કરવા એસપી એ કડક સૂચના આપી છે.ત્યારે આવા ઈમાનદાર નર્મદા પોલીસ વડા જો દરેક જિલ્લા માં હોય તો બેનંબરિયાઓ ફરી માથું ન ઉંચકી શકે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500