Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા:સહારા ઈન્ડિયા વિરૂધ્ધ ગ્રાહક તકરાર ફોરમ માં કેસ કરનારા દસ ગ્રાહકોને ન્યાય

  • September 26, 2018 

ભરત શાહ દ્વ્રારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા ના રાજપીપળા શહેર અને આજુ બાજુ ના ગામોમાં રહેતા મધ્યમ વર્ગ ના લોકો એ બચત ના આશય થી સહારા ઇન્ડિયા રાજપીપળા ની કચેરી માં લાખો રૂપિયા ફિક્સ ડિપોઝીટ માં મુક્યા હતા ત્યારે એ પાકતી મુદતે ગ્રાહકો પૈસા લેવા જતા કોઈ ને કોઈ બહાના બતાવી કચેરીના કર્મચારીઓ ગ્રાહકોને ધક્કા ખવડાવતા હોય આખરે વકીલ મારફતે નોટિસ મોકલી છતાં તેમના પેટનું પાણી હાલ્યું નહીં ત્યારે રાજપીપળા કોર્ટ ના એડવોકેટ ધર્મેન્દ્ર ડી ગોહેલ દ્વારા આ દસ ગ્રાહકો એ સહારા સામે ગ્રાહક તકરાર ફોરમ માં અરજી દાખલ કરી પરંતુ સહારા ના કર્મચારીઓ કે અન્ય કોઈ જવાબદારો હાજર ન રહ્યા ત્યારબાદ નોટિસ પણ આપી છતાં ઘણી મુદતો બાદ પણ કોઈ ફરક્યું નહિ ત્યારે આખરે ગ્રાહક ફોરમે એક તરફી હુકમ કર્યો છે,જેમાં આ દસ ગ્રાહકો એ સહારા માં મુકેલા અને પાકેલા લાખો રૂપિયા પાકતી મુદત થી વ્યાજ સહીત અરજદારો ને 15 દિવસ માં ચુક્વવા આદેશ કરાતા આખરે તમામ અરજદારો ને ન્યાય મળ્યો હતો. high light-સહારા ઇન્ડિયાને વ્યાજ સહીત 15 દિવસ માં પૈસા ચૂકવવા ગ્રાહક તકરાર ફોરમ નર્મદા નો આદેશ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application