Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:બાઈક લોક કરવાનું ભૂલી ગયા અને બાઈક થઇ ગઈ ચોરી:પોલીસ મથકે ગુન્હો નોંધાયો  

  • September 26, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગરમાં આવેલ અંજલી ચેમ્બર પાસેથી સીડી ડીલક્ષ બાઈક ચોરાઈ હોવાની ફરિયાદ આજરોજ વ્યારા પોલીસ મથકે રજીસ્ટર કરવામાં આવી છે, વ્યારા નગરમાં આવેલ અંજલી ચેમ્બરમાં રહેતા શીતલભાઈ કેવલરામ ચાવલા તા.18મી સપ્ટેમ્બર નારોજ,પોતાની સીડી ડીલક્ષ બાઈક નંબર GJ-19-P-422 રોડની સાઈડમાં મૂકી ગયા હતા,પરંતુ બાઈક લોક કરવાનું ભૂલી ગયા હતા,પરત આવી બાઈક નજરે નહીં પડતા આસપાસના લોકો અને દુકાનદારોને પૂછપરછ કરી હતી પરંતુ બાઈક અંગે કોઇપણ જાણકારી નહી મળતા અંતે બાઈક ચોરાઈ હોવાની ફરિયાદ આજરોજ વ્યારા પોલીસ મથકે શીતલભાઈ કેવલરામ ચાવલાએ કરી છે,જેમની ફરિયાદને આધારે અજાણ્યા બાઈક ચોર ઇસમ વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યા છે,આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ રાકેશભાઈ રમેશભાઈ કરી રહ્યા છે,(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application