તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:ડોલવણના પાટી ગામના વતની અને અમરેલી ખાતે જેલમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા હોય તેઓ અમરેલી ખાતે રહે છે.જ્યારે પાટી ખાતે તેમના સંતાનો રહે છે.તા.23મી સપ્ટેમ્બરના રોજ ઘર બંધ કરી સુરત ગયા હતા આ દરમ્યાન તસ્કરોએ તેમનું બંધ ઘરને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 75 હજારના મત્તાની ચોરી કરી ગયા હતા.
મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના ડોલવણ તાલુકાનાં પાટી ગામના મંદિર ફળિયામાં રહેતા કિશોરભાઈ ભગુભાઈ પટેલ અમરેલી જેલમાં સિપાહી તરીકે ફરજ બજાવે છે.તેમની પત્નીનું પાંચ વર્ષ અગાઉ અવસાન થયું હતું.જ્યારે તેમના બે સંતાનો અને એક દીકરી પાટી ગામે રહે છે.23મી સપ્ટેમ્બરના રોજ રેલ્વેની પરીક્ષા આપવા માટે કિશોરભાઈની દીકરી ગુંજનબેન તથા તેના પુત્ર મયુરભાઈ સુરત ખાતે ગયા હતા.જ્યાં તેમના મોબાઇલ પર ફળિયામાં રહેતા વિપુલભાઈનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતું કે તારા ઘરના પાછળના દરવાજા ખુલ્લા છે.જેથી આવી તપાસ કરતાં કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી નાંખી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી 75 હજાર 900 રૂપિયાની ચોરી કરી ગયેલ હતા.બનાવ અંગે કિશોરભાઈના પુત્ર મયુરે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application