તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ સહિત જિલ્લાભરમાં ગણેશજીની મૂર્તિઓનું અતિભવ્ય શોભાયાત્રા સાથે વ્યારાના કુત્રિમ તળાવો,તથા ટીચકીયા,ડોલારાની ઝાંખરી તેમજ સોનગઢના કુમકુવા પાસે આવેલ સ્ટોન કવોરીના ઊંડા પાણીમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે,
તાપી જિલ્લાના સોનગઢ,વ્યારા,વાલોડ,ઉચ્છલ,નિઝર,ડોલવણ,કુકરમુંડા સહિતના વિસ્તારોમાં જુદાજુદા ગણેશ મંડળો દ્વારા આજરોજ 400થી વધુ નાની-મોટી ગણેશજીની મૂર્તિઓનું અતિભવ્ય વિસર્જન યાત્રા કાઢવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે,ગણેશજીની શોભાયાત્રા અને વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સોનગઢ અને વ્યારા વિસ્તારમાં પાલિકાતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ કુત્રિમ તળાવોમાં તેમજ માટીની મોટી મૂર્તિઓ ટીચકિયા અને ડોલારા એરીયાની ઝાંખરી અને પીઓપીની બનેલી ગણેશ મૂર્તિઓને સોનગઢના કુમકુવા વિસ્તારમાં સ્ટોન કવોરીના ઊંડા પાણીમાં વિસર્જન કરવામાં આવશે.
high light-વિસર્જન યાત્રા પર પોલીસની બાઝ નજર
ગણેશજીની શોભાયાત્રા અને વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તમામ ગતિવિધિઓ ઉપર પોલીસની બાઝ નજર રહેશે,જેમાં એસપી-1,પીઆઈ-3,પીએસઆઈ-17,પોલીસ જવાનો-300,હોમગાર્ડ-400,એસઆરપી-1 પ્લાટુનનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500