Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના યુવાનો જોગ

  • February 28, 2018 

તાપીમિત્ર ન્યુ,વ્યારા:જિલ્લા રોજગાર કચેરી, વ્યારા જિ. તાપી દ્વારા આગામી તા. ૩૧/૦૫/૨૦૧૮ના રોજ ગોધરા ખાતે યોજાનારા લશ્કરી ભરતી મેળાને અનુલક્ષીને તાપી જિલ્લાના યુવાનોને ભરતી પૂર્વ તાલીમ મળી રહે એ માટે સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમનું આયોજન કર્યું છે.આ નિવાસી તાલીમમાં ધો. ૧૦ કે તેથી વધુ લાયકાત ધરાવતા સાડા સત્તરથી એકવીસ વર્ષની વયમર્યાદા ધરાવતા, સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ૧૬૮ સે.મી ઉંચાઇ, ૫૦ કિ.ગ્રા. વજન, ૭૭ સેમી છાતી ફુલાવ્યા વગર અને ૮૨ સે.મી ફુલાવેલી છાતિ જયારે આદિજાતિ ઉમેદવારોની ઉંચાઇ ૧૬૨ સે.મી, વજન ૪૮ કિ.ગ્રા. ૭૭ સેમી છાતી ફુલાવ્યા વગર અને ૮૨ સે.મી ફુલાવેલી છાતી હોવી જોઇએ. જિલ્લા રોજગાર કચેરી, વ્યારા જિ. તાપી દ્વારા નિ:શુલ્ક યોજાનારી સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમમાં જોડાવા માંગતા ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનીમય કચેરી, વ્યારા અથવા નગર રોજગાર કચેરી, સોનગઢ ખાતેથી અરજી ફોર્મ મેળવી તા. ૧૫/૦૩/૨૦૧૮ સુધીમાં રૂબરૂ જમા કરાવવાના રહેશે. અરજી ફોર્મ સાથે તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ઝેરોક્ષ, શાળાનો દાખલો, જાતિનો દાખલો તથા આધારકાર્ડની નકલ સામેલ રાખવાની રહેશે.આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનીમય કચેરી, બ્લોક નં. ૪, ત્રીજો માળ, જિલ્લા સેવાસદન, પાનવાડી-વ્યારા જિ. તાપીનો રૂબરૂ અથવા ફોન. નં. ૦૨૬૨૬-૨૨૦૨૮૯ અથવા નગર રોજગાર કચેરી, ધીરજ હોસ્પીટલની બાજુમાં, સોનગઢ જિ. તાપીનો રૂબરૂ અથવા ફોન. નં ૦૨૬૨૪-૨૨૧૨૧૨ પર સંપર્ક સાધવા રોજગાર અધિકારી વ્યારા તરફથી જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application