Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:આયુષમાન ભારત યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બનશે:કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની

  • September 22, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાનાં પાનવાડી ખાતે,રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વાકયને ટાંકતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે,રાષ્ટ્રનો આત્મા ગામડાઓમાં વસે છે.ગ્રામીણ કૃષિ અર્થવ્યવસ્થા જ દેશની અર્થવ્યવસ્થાને સુદ્રઢ કરે છે એમ કેન્દ્રના ટેકસ્ટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું. તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા કેન્દ્રના ટેકસ્ટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિ  ઇરાનીએ ખેડૂતોની આવક બમણી કરવા અંગેના સેમીનારમાં ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું હતું કે,દેશને બે ટંકનું ભોજન પુરૂ પાડતા ખેડૂત સમુદાય તરફ કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે આવી હોવાનું જણાવી તેમણે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ૧.૩૦ લાખ કરોડનો વીમો ખેડૂતોને ચૂકવ્યો છે એમ જણાવી તેમણે યુ.પી.એ સરકારની સરખામણીમાં વર્તમાન સરકાર દ્વારા ખેતી માટે ખૂબ મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે એમ જણાવ્યું હતું.વધુમાં તેમણે કેન્દ્ર સરકારની ગરીબ પરિવારોને પાંચ લાખ સુધીની નિ:શુલ્ક સારવાર આપવા માટે જાહેર કરવામાં આવેલી આયુષમાન ભારત યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના હશે જેમાં ૫૦ કરોડ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે એમ જણાવ્યું હતું.આ ઉપરાંત મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારા અને નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી.તેમણે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતોની ઉપજ તેમજ આવકમાં પણ વધારો થયો છે એમ જણાવ્યું હતું.આ ઉપરાંત મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ ગુજરાત સરકાર માત્ર માણસના સ્વાસ્થ્યનું જ ધ્યાન નથી રાખતી પરંતુ પુશઓ અને જમીનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે.એ જ રીતે કેન્દ્ર સરકારે પણ ૧૫ કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કર્યું હોવાનું જણાવી ૫૦ હજાર કરોડની જોગવાઇ સિંચાઇ માટે કેન્દ્ર સરકાર દ્વારા અને ગ્રીન એનર્જી કાર્યક્રમ અંતર્ગત દસ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.રાજય કૃષિ રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો પરિચય આપી તેમણે ખેડૂતોને ટપક સિંચાઇ અને ફુવારા સિંચાઇ યોજનાથી થતા ફાયદાઓનો વિગતે છણાવટ કરી તેમણે ખેડૂતોને ટપક અને ફુવારા સિંચાઇ પદ્ધતિ અપનાવવા માટે અનુરોધ કર્યો હતો.બારડોલીના સાંસદ પ્રભુભાઇ વસાવાએ કેન્દ્ર અને રાજય સરકારની અનેકવિધ યોજનાઓ અંગે વિગતવાર જાણકારી આપી રાજય સરકારે પીવાના પાણી માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મુકી છે એમ જણાવી તેમણે તાપી જિલ્લાના ખેડૂતોને સિંચાઇની સગવડ પ્રાપ્ત થાય એ માટે એક હજાર કરોડની યોજનાઓ મંજુર કરવામાં આવી છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસને સેવાદિન તરીકે ઉજવવામાં આવ્યો હતો.તથા પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસથી એક સપ્તાહ સુધી સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.કેન્દ્ર સરકારે વ્યારા કે.વી.કેને ટ્રાયબલ કે.વી.કે તરીકે માન્યતા આપતા આ કેન્દ્રની ખેડૂતલક્ષી પ્રવૃતિઓમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે,આ કાર્યક્રમ પહેલા વ્યારાના ઉનાઈ નાકા પાસે તાપી જિલ્લા કોંગ્રેસ ના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા પોલીસ દ્વારા કાર્યકરોની અટક કરાઈ હતી.

high light-વ્યારા ખાતે ખેડૂતોની આવક બમણી કરવા અંગે  સેમીનાર યોજાયો high light-ફસલ વીમા યોજના અંતર્ગત ૧.૩૦ લાખ કરોડનો વીમો ચૂકવવામાં આવ્યો છે.
   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application