Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ:બે જુદાજુદા અકસ્માતમાં બે જણાને ગંભીર ઈજા:પોલીસ મથકે ગુન્હો નોંધાયો

  • September 20, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ વિસ્તારમાં બે જુદાજુદા અકસ્માતમાં બે જણાને શરીરે ગંભીર ઈજા પહોંચી હોવાનો બનાવ વાલોડ પોલીસ મથકે રજીસ્ટર કરવામાં આવ્યો છે,બાજીપુરાથી વાલોડ તરફ આવતા રોડ ઉપર જલારામ વોટર સ્પ્લાયનાં પ્લાન્ટની સામે તા.18/09/2018 રોજ,લક્ષ્મીબેન ગજાનંદભાઇ નાગરમલ પ્રજાપતી,તથા ગજાનંદભાઇ નાગરમલ પ્રજાપતી બંને રહે,વાલોડ નુરાની શોપીંગ સેન્ટરની પાછળ તા.વાલોડ,નાઓ ચાલવા માટે નિકળેલ હોય ત્યારે સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-19-S-6893 નો ચાલક નિલેશભાઇ ફુલસીંગભાઇ વસાવા નાઓએ પોતાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતા ગજાનંદભાઇ પ્રજાપતી નાઓને પાછળથી ટક્કર મારી રોડ ઉપર પાડી દેતા  ગજાનંદભાઇ પ્રજાપતી ને કપાળના ભાગે ફેક્ચર તથા દાડીના ભાગે તેમજ જમણા પગના ઘુટણ ઉપર ઓછી વત્તી ઇજા પહોચાડી હોવાની ફરિયાદ લક્ષ્મીબેન ગજાનંદભાઇ નાગરમલ પ્રજાપતીએ વાલોડ પોલીસ મથકે કરી હતી,જેમની ફરિયાદને આધારે હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-19-S-6893 નો ચાલક નિલેશભાઇ ફુલસીંગભાઇ વસાવા રહે,નાસરપુર ગામ તા.ઉમરપાડા જી.સુરત વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.બીજા બનાવમાં વાલોડ ગામમાં અમરસેવા મેડીકલની બાજુ માથી ગણેશ ફળીયા તરફ જતા રોડ ઉપર,તા.14/09/2018 નારોજ,ટાટા નેક્ષન ગાડી નંબર GJ-26-N-3087 ના ચાલક અતુલભાઈ રાઠોડ નાઓએ પોતાના કબ્જાની ટાટા નેક્ષન ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઈશ્વરસીહ ગંભીરસીહ પરમાર નાઓની હીરો હોન્ડો ફેશન પ્રો મોટર સાયકલ નંબર GJ-26-B-4740 ને ટક્કર મારી દેતા ઈશ્વરસીંહ નાઓને રોડ ઉપર પાડી દઇ ડાબા પગના નળાના ભાગે  ફ્રેકચર કરી તથા શરીરે ઓછી વતી ઇજા પહોંચાડી અતુલ રાઠોડ ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ નિલેશસીંહ ઈશ્વરસીંહ પરમાર રહે,તાલુકા પંચાયતની બાજુમાં તા.વાલોડ જી.તાપી  નાઓએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે ટાટા નેક્ષન ગાડી નંબર GJ-26-N-3087 ના ચાલક અતુલભાઈ રાઠોડ રહે,ગણેશ ફળીયા તા.વાલોડ જી.તાપી વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application