તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના નેશનલ હેલ્થ મિશન (NHM)કર્મચારીઓના સંગઠનના નેજા હેઠળ કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજથી અચોક્કસ મુદતની હડતાળમાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
તાપી જિલ્લા પંચાયતના જિલ્લા હેલ્થ સોસાયટીનો સ્ટાફ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડીકલ ઓફિસરો,તાલુકા આરોગ્ય કચેરીઓ ખાતેના તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ,તાલુકા ફાયનાન્સ આસીસ્ટન્ટ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના એકાઉન્ટ કમ ડેટા ઓપરેટરોના પગાર વધારાના સ્થગિત રખાયેલા હુકમો અન્વયે નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ ગુજરાતના તા.૨૪-૮-૧૮ પત્ર મુજબ તા.૪-૯-૧૮ સુધીમાં નિરાકરણ લાવવા મહેતલ આપવા છતાં પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો ન હોવાથી નાછુટકે કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ કરવાની ફરજ પડી છે.તાપી જિલ્લાએન.એચ.એમ.કર્મચારીઓના સંગઠનના નેજા હેઠળ તા.૧૮-૯-૨૦૧૮થી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા છે,પાનવાડી સ્થિત જિલ્લા સેવા સદન ખાતે કર્મચારીઓ પ્રશ્નોના નિરાકરણ મુદ્દે દેખાવો કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application