તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા જિલ્લા સેવાસદનના ઓડિટોરિયમ હોલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગજરાબેન ચૌધરીની અધ્યક્ષતામાં પંચાયતી રાજના સભ્યોને આરોગ્ય વિભાગની આરોગ્યલક્ષી સેવાઓ, યોજનાકીય માહિતી અને કામગીરી અંગે જાણકારી મળી રહે એ માટે ઓરિએન્ટેશન વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત સભ્યોને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગજરાબેન ચૌધરીએ વર્કશોપનો હેતુ સમજાવી ઉપસ્થિત સૌને વર્કશોપમાં આપવામાં આવેલી માહિતીને સમજી વધુમાં વધુ લોકોને આરોગ્યલક્ષી સેવાઓ અને યોજનાઓનો લાભ અપાવવામાં સહભાગી બને એવો અનુરોધ કર્યો હતો. ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજરે આરોગ્ય વિભાગના આંતરમાળખાની સમજ આપી આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો અંગે વિગતે છણાવટ કરી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને આઇ.સી.ડી.એસના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરે સંકલિત બાળ વિકાસ વિભાગની યોજનાઓ અને આરોગ્ય વિભાગની કામગીરી અંગે વિગતે જાણકારી આપી હતી. સોનગઢના તાલુકા હેલ્થ ઓફિસરે વિવિધ સ્તરની આરોગ્ય સમિતિઓ અંગે માહિતી આપી હતી. આર.એસ.બી.વાયના ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ ઓફિસરે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, મા-અમૃતમ યોજના તથા મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અંગે સમજ આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હર્ષદભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરતા વર્કશોપનો હેતુ અને તેની ઉપયોગિતા વિશે સમજ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application