આજે દેશમાં કોરોનાથી થોડી રાહત મળી છે. કેટલાક સમયથી રોજના 10,000 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ આજે 24 કલાકમાં કોવિડના 7,000 નવા કેસ નોંધાયા છે. સોમવારે જાહેર કરાયેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 7178 નવા કેસ સામે આવ્યા છે અને હવે એક્ટિવ કેસની સન્ખ્યા 65 હજારને પાર થઈ છે.
સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 7,178 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જ્યારે 69 દિવસ પછી સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. આંકડામાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન દેશમાં કુલ 16 કોરોના દર્દીઓના મોત થયા છે. આ 16 મૃત્યુ સાથે, દેશમાં કોવિડથી મૃત્યુઆંક વધીને 5,31,345 થઈ ગયો છેઆંકડા અનુસાર, દેશમાં કોરોના વાયરસ સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા 65,683 છે. તે જ સમયે, ડેઇલી પોઝિટિવિટી રેટ 9.16 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 5.41 ટકા નોંધવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ 4.48 કરોડ કેસ નોંધાયા છે.
ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ કેસમાં ઘટાડો નોંધાયો છે. 23 એપ્રિલના રોજ ગુજરાતમાં 227 કોરોના કેસ નોંધાયા છે. સદનસીબે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.00 ટકાએ પહોંચ્યો છે. બીજી બાજુ આજે 265 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500