તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના દોણ ગામની સીમમાં મોટર સાયકલ સવાર પિતા-પુત્રને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,આ અકસ્માતમાં પિતા અને પુત્રનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના દોણ ગામના નિશાળ ફળિયાની સીમ તા.11મી સપ્ટેમ્બર 2018 નારોજ રાત્રે 8:15 કલાકના અરસામાં પુરપાટ ઝડપે દોડતી સરકારી એસટી બસ નંબર GJ-18-Y-5738 ના ચાલકે પોતાના ક્બજાનું વાહન ગફલત ભરી રીતે હંકારી લાવી હોન્ડા યુનીકોર્ન મોટર સાયકલ નંબર GJ-26-T-6378 ને સામેથી ટક્કર મારતા મોટર સાયકલ પર સવાર મકનજીભાઈ જેઠ્યાભાઈ ગામીત(ઉ.વ.42),અને જયકુમાર મકનજીભાઈ ગામીત(ઉ.વ.9) બંને રહે,મેઢા ગામ,આમલીપાડા ફળિયું-સોનગઢ નાઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા પિતા-પુત્રનું સ્થળ પરજ કમ કમાટીભર્યું મોત નીપજ્યું હતું,બનાવ અંગે ગુલજીભાઈ બાબલ્યાભાઈ ગામીત રહે,મેઢા,આમલીફળિયું-સોનગઢ નાઓએ સરકારી એસટી બસના ચાલક વિરૂધ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરી હતી,જેમની ફરિયાદને એસટી બસ ચાલક વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હેડકોન્સટેબલ ભવેશભાઈ માનસિંગભાઈ કરી રહ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500