તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલ પોલીસ ટીમને એકવાર ફરી ભારે સફળતા મળી છે,મહારાષ્ટ્રના નવાપુર અને ઉચ્છલ વિસ્તાર માંથી મોટર સાયકલ ચોરી કરનાર રીઢા ગુન્હેગારને ઉચ્છલ પોલીસ સ્ટેશનના જવાનોએ ઝડપી પાડ્યો છે,ઉચ્છલ ની સાથેસાથે મહારાષ્ટ્રના નવાપુર વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં ઉચ્છલ પોલીસને સફળતા મળી છે.
ઉચ્છલ પોલીસને એક પછી એક ચોરીનો ભેદ ઉકેલવામાં ભારે સફળતા મળી છે,તાજેતર માંજ ઉચ્છલ વિસ્તાર માંથી મોબાઈલ ચોરી કરી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડી તેની સાથે ચોરીનો મોબાઈલ ફોન ખરીદનાર દુકાનદારને પણ 15 મોબાઈલ ફોન સાથે મહારાષ્ટ્ર માંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો,ત્યારબાદ તા.5મી સપ્ટેમ્બર 2018 નારોજ,ઉચ્છલ બજારમાં એકટીવા બાઈક મૂકી સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-26-K-3632 ચોરી થઇ હોવાની ફરિયાદને આધારે બાઈક ચોરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા,ઉચ્છલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.સી.સોલંકીના સુપરવિઝનના આધારે મિલકત સબંધી ગુન્હાઓ અંગે હેડકોન્સટેબલ ગણપતસિંહ રૂપસિંહ,સ્નેહલભાઈ ગોવિંદભાઈ તથા પોલીસ કોન્સટેબલ મનોજભાઈ રમણભાઈ,પ્રશાંતભાઈ કિશોરભાઈ તથા પરસોત્તમભાઈ ફૂલચંદભાઈ 11મી સપ્ટેમ્બર 2018 નારોજ પેટ્રોલિંગમાં હતા તે સમયે હેડકોન્સટેબલ ગણપતસિંહ ને ખાનગી રહે મળેલ બાતમીના આધારે ઉચ્છલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી,તે દરમિયાન ચોરીની મોટર સાયકલ હંકારતો આવતો GJ-26-K-3632 ને અટકાવી પૂછપરછ શરુ કરતા બાઈક સવારે પોતાનું નામ સિધ્ધાર્થ રાજુ મરાઠે (ઉ.વ.26)રહે,નવાપુર-મહારાષ્ટ્ર નો હોવાનું જણાવ્યું હતું,તેની વધુ પૂછપરછ દરમિયાન દશેક દિવસ પહેલા નવાપુરથી ભટુભાઈ રતીલાલ અગ્રવાલ નાઓની એકટીવા બાઈક ચોરી કરી ઉચ્છલ બજારમાં તે એકટીવા બાઈક મૂકી સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-26-K-3632 ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી,પોલીસ તપાસમાં મહારાષ્ટ્રના નવાપુર અને સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત તેમજ શરીર સબંધી જેવા ગંભીર ગુન્હાઓમાં પકડાઈ ચૂકેલ આરોપી હોય,જિલ્લામાં બનેલ મિલકત સબંધી ગુન્હાઓ ઉકેલવાની શક્યતા સેવાઈ રહી છે,ઉચ્છલ પોલીસે સિધ્ધાર્થ રાજુ મરાઠે પાસેથી ચોરીની બે મોટર સાયકલો કબજે કરી છે,અને આગળની વધુ તપાસ PSI બી.સી.સોલંકી કરી રહ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500