ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા નવાપુરા ગામે વર્ષ 2017માં ગણપતિના વરઘોડામાં નાચતી વેળાએ બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી.જેમાં એકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.આ ગુન્હામાં કુલ 28 આરોપીઓની ધરપકડ કરી હતી,જોકે બાદમાં એ તમામનો જામીન પર છુટકારો થયો હતો.પણ આ ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી મહેન્દ્ર માનસિંગ વસાવા વડોદરા જિલ્લાના શિનોર તાલુકા માંથીઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.આમલેથા પોલીસે એને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવાપરા ગામમાં 4-9-2017 રોજ નવાપુરા અને કુમસગામના ગણપતિ વિસર્જન દરમિયાન નાચતી વેળાએ છોકરીઓની છેડતી મુદ્દે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી.આ બબાલમાં કુમસગામના કિરણ સામસુંન વસાવાને માથામાં ધારીયું વાગતા એનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ ગુન્હામાં 28 લોકોની ધરપકડ કરાઈ હતી જ્યારે આ ગુન્હા નો સહ આરોપી મહેન્દ્ર માનસિંગ વસાવા છેલ્લા 1 વર્ષથી નાસતો ફરતો હોય,જેને આમલેથા પીએસઆઈ સી.એમ.ગામીત સહિતની ટીમોએ વડોદરા જિલ્લાના શિનોર તાલુકા માંથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application