Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કથિત જીએસટી ચોરી માટે ઓનલાઇન ગેમિંગ કંપનીઓને ૭૧ કારણદર્શક નોટીસ

  • December 06, 2023 

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ દરમિયાન ૧.૧૨ લાખ કરોડ રૃપિયાથી વધુની કથિત જીએસટી ચોરી માટે ઓનલાઇન ગેમિંગ કંપનીઓને ૭૧ કારણદર્શક નોટીસ જારી કરવામાં આવી છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.ચાલુ નાણાકીય વર્ષ (ઓક્ટોબર, ૨૦૨૩ સુધ)માં કેન્દ્રીય જીએસટી અધિકારીઓ દ્વારા પકડવામાં આવેલી કુલ જીએસટી ચોરી ૧.૫૧ લાખ કરોડ રૃપિયા હતી. જ્યારે ૧૫૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી ૧૮૫૪૧ કરોડ રૃપિયા વસુલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ જીએસટી ચોરી શોધવાની માહિતી આપતા જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧.૩૧ લાખ કરોડ રૃપિયાથી વધુની ચોરી પકડવામાં આવી હતી અને ૧૯૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષ દરમિયાન  કુલ ૩૩,૨૨૬ કરોડ રૃપિયા વસુલ કરવામાં આવ્યા હતાં.



નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૦-૨૧ અને ૨૦૧૯-૨૦માં જીએસટી ચોરી અનુક્રમે ૭૩,૨૩૮ કરોડ રૃપિયા, ૪૯,૩૮૪ કરોડ રૃપિયા અને ૪૦,૮૫૩ કરોડ રૃપિયા રહી હતી.નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ (ઓક્ટોબર, ૨૦૨૩ સુધી)  દરમિયાન ઓનલાઇન ગેમિંગ કંપનીઓને ૧,૧૨,૩૩૨ કરોડ રૃપિયાની જીએસટી ચોરી સંબધિત ૭૧ કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application