Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા દેખાવો શરૂ:અનેક જગ્યાએ ટાયરો સળગાવી વિરોધ શરૂ:વધી રહેલા પેટ્રોલના ભાવ અને મોધવારીના કારણે ભારત બંધનું એલાન

  • September 10, 2018 

ભારતમાં વધી રહેલા પેટ્રોલના ભાવ અને મોધવારીના કારણે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.પેટ્રોલના ભાવને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વાર પણ બંધને સમર્થન આપવામાં આવ્યું છે.આ મુદ્દા પર કોંગ્રેસ લડી લેવાના મૂડમાં નજરે પડી રહી છે.ગુજરાત બંધના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા સવારથી જ રાજ્યમાં વિરોધો કરવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા.બંધને ધ્યાને રાખીને પોલીસ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.રાજ્યના અનેક વિસ્તારમાં પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવને લઇને પેટ્રોલપંપોને તળાબંઘી કરવાનો નિર્ણય કરવામાં આવતા જ આજે વહેલી સવારથી રાજ્યના અનેક સ્થળોએ બંધને લઇને દેખાવો કરવામાં આવ્યા હતા.ગુજરાતના અનેક સ્થળોએ વહેલી સવારથી જ વિરોધ પ્રદર્શન અને દેખાવો શરૂ કરી દેવામાં આવ્યા હતા.સુરત,તાપી,મહેસાણા,રાજકોટ,અમદાવાદ,વડોદરા સહિતના શહેરોમાં બંઘને કારણે દેખાવો શરૂ થતા રાજ્ય સરકારે અનેક સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેધો છે.  high light-ઉત્તર ગુજરાત:વહેલી સવારથી જ વિરોધ શરૂ ટાયરો સળગાવી ચક્કાજામનો પ્રયાસ -અરવલ્લી ભારત બંધને લઇને અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર ટાયર સળગાવાયા -શામળાજી પાસે કોંગ્રેસ કાર્યકરો ટાયર સળગાવતા હાઇવે પર બંને તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો. -ભિલોડા-વિજયનગર રોડ પર પણ ટાયર સળગાવાનો બનાવ બન્યો હતો. -ભિલોડાના ભેટાલી,શામળાજી પાસે પણ ચક્કાજામનો પ્રયાસ high light-મધ્ય ગુજરાત:અમદાવાદ અને વડોદરામાં વિરોધ પ્રદર્શન -કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાએ કાર્યકરો સાથે ટાયર સળગાવ્યા -રાજીવ સાતવ, અમિત ચાવડા 11 વાગ્યે લાલદરવાજા ખાતે વિરોધ પ્રદર્શન કરાશે -વડોદરામાં ઠેરઠેર બંધને સમર્થન, મોડી રાત્રે બરોડા ડેરીના રિટેલ કાઉન્ટર પર પથ્થરમારો -વડોદરામાં રાત્રી બજાર સહિત અને ફતેગંજ ખાતે પણ ટાયર સળગાવ્યા હોવાનું આવ્યું બહાર -વડોદરામાં અજાણ્યા શખ્સો દ્વારા ટાયર સળગાવવામાં આવ્યા -શાહપુર હલિમની ખડકી પાસે વહેલી સવારે 5-30 કલાકે AMTS બસના કાચ તોડવાનો બનાવ - વડોદરામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ પેટ્રોલપંપો બંધ કરાવ્યા high light-સૌરાષ્ટ્ર:જામનગર અને રાજકોટમાં કોગી કાર્યકરોએ શાળાઓ બંધ કરાવી -ગુજરાતમાં ભારત બંધના એલાનને લઇને સૌરાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન શરૂ -જામનગર શહેરની મોટાભાગની શાળા કોલેજોએ બંધ પાળ્યો - યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરો શાળા કોલેજો બંધ કરાવવા નિકળયા high light-દક્ષિણ ગુજરાત:સુરતમાં શાળા દુકાનો અને રીક્ષાઓ બંધ કરાવી કોંગ્રેસનો વિરોધ -સુરતમાં કોંગ્રેસ દ્વારા લીંબાયત વિસ્તારમાં દુકાનો તથા રીક્ષાઓ બંદ કરાઈ -મોટી સખ્યામાં કોંગ્રેસી કાર્યકરો થયા એકઠા -ભરૂચમાં ભારત બંધના એલનના પગલે કોંગી કાર્યકરોએ દહેજ રોડ ઉપર ચક્કાજામ કર્યા -દહેજ જીઆઇડીસી જતા મુખ્ય હાઇવે પર ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ -સુરતમાં કોંગ્રેસી કોર્પોરેટર રવિન્દ્ર પાટીલ સહિત 10થી12 કાર્યકરોની અટકાયત high light-દેશમાં વધી રહેલી મોંઘવારીના પગલે સોમવારે (10 સપ્ટેમ્બરે) ભારત બંધનું એલાન આપવામા આવ્યું છે.જેથી આ મુદ્દાને લઈ કોંગ્રેસ સરકાર સાથે લડી લેવાના મુડમાં છે.તેથી કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું છે.તો બીજીતરફ ગુજરાતમાં પણ બંધને લઈને સમાચાર આવી રહ્યાં છે.ઘણી જગ્યાએ કોંગ્રેસના બંધને સમર્થનની જાહેરાત કરવામાં આવી છે.રાજ્યમાં કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધને લઈને પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.કોંગ્રેસ દ્વારા સોમવારે અપાયેલા બંધને લઈને અનેક વિસ્તારોમાં ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના હીત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. high light-કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને પગલે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.તાપી જીલ્લા માં પણ તમામ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સ્ટેન્ડ ટુ રહેશે.SOG,ક્રામઈબ્રાંચ સહિતનો પોલીસ કાફલો  સ્ટેન્ડ ટુ રહેશે.આ ઉપરાંત સંવેદન વિસ્તારો પર પોલીસની બાઝ નજર રહેશે.વધતા જતા પેટ્રોલ અને ડિઝલના ભાવના વિરોધમાં કોંગ્રેસે સોમવારે અપેલા બંધનું સુરત રીક્ષા ફેડરેશન દ્વારા સમર્થ આપવામાં આવ્યું છે.સુરતમાં સોમવારે રીક્ષા દોડશે નહીં આ ઉપરાંત આ આંદોલના જોડાવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application