Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી:તાજીયા અને ગણેશોત્‍સવને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક મળી

  • September 08, 2018 

તાપીમિત્ર ન્યુઝ,નવસારી:આગામી ગણેશોત્‍સવ અને તાજીયા (મહોરમ)ની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે કલેકટર ર્ડા.એમ.ડી.મોડિયાએ સમાજના પ્રબુદ્વ નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે કલેકટરાલય ખાતે બેઠક કરી હતી.તેમણે સમાજના આગેવાનોને બન્ને પર્વની ઊજવણી શાંતિપુર્ણ માહૌલમાં થાય અને કોઇની લાગણી ન દુભાય માટે તમામ કોમના લોકોને અનુરોધ કર્યો હતો.કલેકટરે બેઠકમાં જણાવ્‍યું હતું કે,તા.૨૦,૨૧ સપ્‍ટે-૧૮ દરમિયાન મહોરમ(તાજીયા)નું પર્વ ઉજવવામાં આવશે.નવસારી શહેરમાં સૌથી વધુ કલાત્‍મક તાજીયા હોય  છે.આ પર્વની ઉજવણી શાંતિપુર્ણ રીતે થાય તે માટે તમામે કાળજી રાખવાની રહેશે.તા.૧૩ સપ્‍ટે-૧૮ થી ગણેશોત્‍સવનો પ્રારંભ થશે.જેને અનુલક્ષીને કલેકટર ર્ડા.એમ.ડી.મોડિયાએ જણાવ્‍યું હતું કે,ગણેશોત્‍સવ દરમિયાન નવફુટથી વધારે ન હોય તેની તકેદારી રાખવાની રહેશે.ગણેશજીની મૂર્તિઓ નદી કે દરિયામાં વિસર્જન થાય,કોઇ કોમની લાગણી ન દુભાય તે માટે ખાસ તકેદારી રાખવી.વહેલા તે પહેલાના ધોરણે શાંતિપૂર્ણ માહૌલમાં વિસર્જન થાય તે માટે નગરપાલિકાએ વિસર્જન સમયે વ્‍યવસ્‍થા કરવાની રહેશે.વિસર્જનના સમયે વિશેષ એમ્‍બ્‍યુલન્‍સની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવશે.કલેકટરે ગણેશ વિસર્જન ૧૧ વાગ્‍યાથી શરૂ કરવા ગણેશ મંડળોને અનુરોધ કરી,વિસર્જન શાંતિપુર્ણ માહૌલમાં થાય તે માટે સૌની અપેક્ષા વ્‍યકત કરી હતી.  ઇન્‍ચાર્જ જિલ્લા પોલીસવડા રાણાએ તાજીયા અને ગણેશોત્‍સવ દરમિયાન પ્રેઝન્‍ટેશન દ્વારા તકેદારીના પગલાંઓ અંગેની વિગતો આપી હતી.તેમણે ગણેશ મંડળના નામ સરનામા,ફોટા, ટેલિફોન નંબરની વિગતો ટાઉન પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવવા જણાવ્‍યું હતું.માટીના ગણેશજીનું સ્‍થાપન કરવા,કેમિકલયુકત કલરનો ઉપયોગ,લાઉડ સ્‍પીકરની મંજૂરી,ફાયરસેફટીની સુવિધા કોઇની લાગણી ન દુભાય તેની કાળજી રાખવા જણાવ્‍યું હતું.નવસારીના આગેવાન વેણીલાલ રાણાએ ગણેશોત્‍સવ અંગે કેટલીક બાબતો અંગે વિચારો રજૂ કર્યા હતા.ગણેશ મંડળના પ્રમુખ કનકસિંહ બારોટે ગણેશોત્‍સવ દરમિયાન જીઇબીના તાર ઊંચા કરવા,ટ્રાફિક વ્‍યવસ્‍થા,લાઇટ વ્‍યવસ્‍થા ક્રેન મુકવા રજૂઆતો કરી હતી. તેમણે ઉત્‍સવ દરમિયાન ગણેશ ભકતોને ફટાકડા ન ફોડવા પણ અપીલ કરી હતી. અગ્રણી એ.ડી.પટેલે રખડતા ઢોરો બાબતે પણ રજૂઆત કરી હતી.શાંતિ સમિતિ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કે.જે.રાઠોડ, પ્રાંત અધિકારી રાજપૂત,લલિત સાંદુ,શહેરના અગ્રણી ગણેશ મંડળના સભ્‍યો,તાજીયા કમિટીના પ્રમુખ,સભ્‍યો,વિવિધ સંગઠનના હોદ્દેદારો ઉપસ્‍થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application