તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ તાલુકાના મલંગદેવ ફોરેસ્ટ રેંજમાં આવતું ઘૂસર ગામ ખાતે આવેલ આરક્ષિત જંગલ વિસ્તારના કમ્પાર્ટમેન્ટ નંબર 250 વાળી જમીનમાં આજરોજ સવારે 11:30 કલાકના અરસામાં ઘૂસર ગામ નાજ કેટલાક આદિવાસી સ્થાનિક લોકોએ જમીન ખેડાણ કરવાનું શરૂ કર્યું હતું.જેને લઇ વનકર્મીઓ સાથે ઘર્ષણ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે,જોકે આ બનાવમાં જંગલખાતાના ઇન્ચાર્જ ફોરેસ્ટરે એક મહિલા સહિત ચાર જણા સામે ફરિયાદ કરી છે,આરક્ષિત જંગલ વિસ્તારના કમ્પાર્ટમેન્ટ નંબર 250 વાળી જમીનમાં બિનઅધિકૃત રીતે કોઇપણ પ્રકારના લેખિત હુકમ કે પછી પૂર્વ મંજુરી વગર,સરકારશ્રી દ્વારા જંગલમાં રોપણી કરાવેલ વાંસના વાવેતર તથા જંગલી વૃક્ષોના રોપાઓ ઉખેડી નાંખી એ જમીનમાં ખેડાણ કરી સરકારશ્રીનું રૂપિયા 10,000/- નું નુકશાન કરી વધુ નુકશાન ન કરવા જણાવતા વનકર્મીઓ સાથે ઝપાઝપી કરી સરકારી કામમાં દખલગીરી કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે રજીસ્ટર કરવામાં આવી છે,બનાવ અંગે ઇન્ચાર્જ ફોરેસ્ટર દાનીયેલ રાયલાભાઈ ગામીત રહે,મલંગદેવ ફોરેસ્ટ કોટર-સોનગઢ નાઓની ફરિયાદ ને આધારે (1)જોગિયાભાઈ દાવલીયાભાઈ ગામીત(2)જોગિયાભાઈ રાજીયાભાઈ ગામીત(3)છગનભાઈ માલિયાભાઈ ગામીત(4)રમીલાબેન સોમાભાઈ ગામીત તમામ રહે,ઘૂસર ગામ નિશાળફળિયું-સોનગઢ,સામે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ સોનગઢ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે,(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500