નેપાળમાં બારાનાં જીતપુર સિમારા સબમેટ્રોપોલિટન-22નાં ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં સાત લોકોનાં મોત થયા હતા. જોકે અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. બસમાં યાત્રાળુઓ હતા, જેમાંથી મોટા ભાગનાં લોકો ભારતના હતા. જિલ્લા પોલીસ બારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે ચારનું સારવાર દરમિયાન મોત થયું હતું. બસનાં ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કહેવાય છે કે, બસ કાઠમંડુથી જનકપુર જઈ રહી હતી.
આ દરમિયાન તે રસ્તા પરથી નીચે ઉતરી લગભગ 15 મીટર નીચે પડી ગઈ હતી. જિલ્લા પોલીસ કચેરી મકવાનપુરે મૃતકોની ઓળખ લોહાર પટ્ટી, મહોત્તરીના 41 વર્ષીય બિજય લાલ પંડિત અને રાજસ્થાનનાં બહાદુર સિંહ (ઉ.વ.67), મીરા દેવી સિંહ (ઉ.વ.65), સત્યવતી સિંહ (ઉ.વ.60), રાજેન્દ્ર ચતુર્વેદી (ઉ.વ.70), શ્રીકાંત ચતુર્વેદી (ઉ.વ.65) અને બૈજંતી દેવી (ઉ.વ.67) તરીકે કરી છે. મકવાનપુરના ડીપીઓ પોલીસ અધિક્ષકનાં જણાવ્યા અનુસાર, બસમાં કુલ 26 મુસાફરો હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા 17 લોકોની હેટૌડા હોસ્પિટલ, સાંચો હોસ્પિટલ, ચુરેહિલ હોસ્પિટલ અને ઓલ્ડ મેડિકલ કોલેજ ભરતપુરમાં સારવાર આપવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500