Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દહેગામનાં સાણોદાની દૂધ મંડળીમાં તિજોરી તોડી 7 લાખની ચોરી, પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ શરુ કરી

  • April 30, 2022 

દહેગામનાં સાણોદામાં રાત્રિએ અજાણ્યા શખ્સો દૂધ મંડળીમાં ત્રાટક્યા હતા અને તિજોરી તોડીને રૂપિયા 7 લાખની ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,  સાણોદા દૂધ મંડળીમાં રાત્રિએ અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા અને દૂધ મંડળી માંથી રૂપિયા 7 લાખની રોકડ ઉઠાવી ગયા હતા. જોકે અજાણ્યા શખ્સો દૂધ મંડળીનો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા અને રોકડ રૂપિયા 7 લાખ ઉઠાવી ગયા હતા. જોકે સવારે આ ઘટનાની જાણ થતાં દૂધ મંડળીન કર્મચારીએ પોલીસને જાણ કરી હતી.



જોકે બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે સીસીટીવીની તપાસ કરતાં ત્રણ શખ્સો જોવા મળ્યા હતા પણ તેમના ચહેરા સ્પષ્ટ જોઈ શકાતા ન હોતા. પરંતુ પોલીસે ત્રણ શખ્સોને તપાસ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી અને આરોપીઓ સુધી પહોંચવાની દિશામાં કામગીરી શરુ કરી હતી. બીજી તરફ દહેગામમાં ત્રણ દિવસ પહેલાં જીઆઈડીસી ફેક્ટરી બહાર પાર્ક કરેલી કારમાંથી અજાણ્યા શખ્સો પણ રૂપિયા 7 લાખની ચોરી કરી ગયા હતા અને હજુ સુધી તેઓ હાથમાં આવ્યા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application