છત્તીસગઢનાં બસ્તર જિલ્લાનાં જગદલપુરમાં એક કાટમાળમાં 10થી વધુ મજૂર દબાઈ ગયા છે. જોકે છુઈ ખાણમાં ખોદકામ દરમિયાન આ ઘટના ઘટી હોવાની જાણકારી સામે આવી રહી છે. જાણકારી અનુસાર આ ઘટનામાં 7 મજૂરોનાં મોત નીપજ્યા છે. આ મૃતદેહોને JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યા. જોકે હજુ પણ કાટમાળમાં મજૂરો દટાયા હોવાની આશંકા વર્તાવાઈ રહી છે. મજૂરોમાં મહિલાઓ પણ સામેલ છે. જયારે આ ઘટના જિલ્લાનાં માલગાંવ પંચાયતની છે. કાટમાળમાં લગભગ 10થી વધુ ગ્રામીણ મજૂર દબાયેલા છે. જેમાંથી 7 મજૂરોનાં મૃતદેહને JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. JCBની મદદથી કાટમાળમાં દબાયેલા મજૂરોને બહાર કાઢવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં ખાણ ધસી પડવાથી તેમાં દબાઈને 6 મહિલાઓ સહિત 7 લોકોના મોત નીપજ્યા છે.
જિલ્લાના પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે, ગ્રામજનો આજે ખાણમાંથી માટી બહાર કાઢી રહ્યા હતા ત્યારે ઉપરનો ભાગ તેમની ઉપર પડી ગયો અને તમામ તેની નીચે દબાઈ ગયા. ઘટનાની જાણકારી મળ્યા બાદ અન્ય ગ્રામીણોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો અને પોલીસને માહિતી આપી. પોલીસે ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે ટીમ મોકલી અને બચાવ કાર્ય શરૂ કર્યુ. બચાવ કાર્ય દરમિયાન પોલીસે 5 મૃતદેહ જપ્ત કર્યા જ્યારે 2નાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યા. અધિકારીઓએ જણાવ્યુ કે પોલીસે કેસ નોંધી લીધો છે તથા ઘટનાની તપાસ શરૂ કરાઈ છે. ઘટના સ્થળે બચાવકાર્ય ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application