Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોલસેન્ટર ચલાવતા 7 આરોપીની ધરપકડ કરાઈ, ડમી યુવતી સાથે વાતચીત કરાવી હોટલ તથા બીજા ચાર્જ પેટે રૂપિયા પડાવી લેતા હતા

  • August 07, 2022 

હાઈપ્રોફાઈલ યુવતી સાથે સેક્સ કરવાની લાલચ આપીને અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા પડાવતી ગેંગની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપીઓ ગ્રાહકને ફસાવવા માટે ડમી યુવતીઓ સાથે વાતચીત કરાવવા કોલસેન્ટર ચલાવતા.જોકે સાઇબર ક્રાઈમે એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ તો શરૂ કરી છે.



આ ગેંગ હાઈપ્રોફાઈલ મહિલાઓ સાથે સેક્સની લાલચે પૈસા પડાવવાનું કામ કરતી. જેના આરોપસર અમદાવાદ સાયબર ક્રાઇમે 7 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ હાઇપ્રોફાઈલ યુવતીઓ સાથે સેક્સ કરવાની લાલચ આપીને ડમી યુવતી સાથે વાતચીત કરાવી હોટલ તથા બીજા ચાર્જ પેટે રૂપિયા પડાવી લેતા હતા. આ ગેંગનો માસ્ટર માઈન્ડ કમલ વાઘવાણી હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. જે બાપુનગર હીરાવાડી ખાતે આવેલ સહજાનંદ એવન્યુમા કોલ સેન્ટર ચલાવતો હતો. 




આ ગેંગમાં કેટલાક શખ્સોને  માત્ર નોકરીએ રાખી કોલ સેન્ટર ચલાવાતું. જે અલગ અલગ વેબસાઈટ પર પોતાના મોબાઇલ ફોન રજીસ્ટર કરાવતો અને જે પણ ગ્રાહક આ નંબર પર કોલ કરે ત્યારે તેની સાથે ફ્રેનડશીપ કેળવી લોભામણી વાતો કરીને હાઇ પ્રોફાઈલ યુવતી સાથે સેક્સ કરવાની લાલચ આપીને હોટલ તેમજ અન્ય ચાર્જ પેટે ગૂગલ પે અથવા ફોન પે મારફતે લોકો પાસેથી રૂપિયા પડાવી લેતા હતા. આ ગેંગમાં એક મહિલા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. જે મહિલા આરોપી ડમી યુવતી બનીને ગ્રાહકો સાથે વાતચીત કરતી હતી.હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને 17 મોબાઈલ, અલગ અલગ કંપનીના સીમ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.



મહત્વનું છે કે આ કોલસેન્ટરમાં કામ કરતા શખ્સોનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે અને રાજ્યભરના અનેકલોકો પાસેથી આજ મોડસ ઓપરેન્ડીથી પૈસા પડાવી ચુક્યા છે. જ્યારે  મુખ્ય આરોપી કમલ વાઘવાણી નામનો શખ્સ અગાઉ પણ ગાંધીનગરમા કોલ સેન્ટર ચલવતા પકડાયેલો છે. અત્યારે હાલ તો પોલીસે તમામ આરોપીઓના મોબાઇલ અને અન્ય સાધન સામગ્રી કબજે લઇ ડેટાના આધારે વધુ તપાસ શરૂ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે તપાસના અંતે ટોળકીનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application