ડાંગ વિધાનસભાની બેઠક પર 7 સખી મતદાન મથકો ઉભા કરાશે, 100 ટકા મહિલા સંચાલિત બૂથો હશે. ચૂંટણીમાં ખાસ બૂથ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ડાંગમાં વિશેષ આ 7 મતદાન મથકો બનાવાશે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ડાંગ વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. જેમાં ડાંગ વિધાનસભાની બેઠક પર 7 સખી મતદાન મથકો ઉભા કરાશે. આ વખતે ચૂંટણીપંચ તરફથી આ સ્ત્રીશસક્તિકરણનું ઉદાહરણ આપતું વિશેષ આયોજન કરાયું છે.
ડાંગમાં 1,93,298 મતદારો માટે 335 મતદાન મથકો
વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ડાંગ વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થઈ ગયું છે. ડાંગમાં 1,93,298 મતદારો માટે 335 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં 7 જેટલા ખાસ મતદાન મથકોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ છે વિશેષતા
જેમાં 7 સખી બૂથનો ઉદ્દેશ્ય સ્ત્રી-પુરુષ સમાનતાનો સંદેશો આપવાનો અને પર્યાવરણની સુરક્ષા અંગે લોકોને જાગૃત કરવાનો છે. આ બૂથ 100 ટકા મહિલાઓ સંચાલિત હશે. જેમાં ખાસ પ્રકારના પાંચ બુથનો સમાવેશ પણ થશે અને બૂથ 100 ટકા ઇકો-ફ્રેન્ડલી હશે જેમાં તમામ પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. ચૂંટણીપંચે આ વખતે આ વિશેષ આયોજન કરાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500