તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલ વિસ્તારમાં સુમુલ ડેરી સામે આવેલ સમર્પિત હોટલ માંથી તા.2જી સપ્ટેમ્બર નારોજ રૂપિયા 15,000/- નો મોબાઈલ ફોન ચોરાયો હોવાની ફરિયાદને આધારે ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો,જેના આધારે મોબાઈલ ચોરની સાથેસાથે ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર મહારાષ્ટ્રના દુકાનદારને પણ ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડવામાં ઉચ્છલ પોલીસને ભારે સફળતા મળી છે,
ઉચ્છલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.સી.સોલંકી ના સુપરવિઝન હેઠળ મોબાઈલ ચોરને ઝડપી પાડવામાં આવ્યો છે,હેડકોન્સ્ટેબલ સ્નેહલભાઈ ગોવિંદભાઈ,ગણપતસિંહ રૂપસિંહ,તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઈ રમણભાઈ,આશિષભાઈ કિશનભાઈ,કિશોરભાઈ સહિત પોલીસ સ્ટાફના જવાનોએ મોબાઈલ ફોન ચોરનાર દિનેશભાઈ રમેશભાઈ ગામીત રહે,વડપાતલ-ઉચ્છલ ને ઝડપી પાડવામાં સફળતા મળી છે.તેની પૂછપરછ કરતા તેણે મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને ચોરી નો મોબાઈલ ફોન મહારાષ્ટ્ર ના નવાપુર ખાતે આવેલ ગણેશ મોબાઈલ શોપમાં વેચેલ હોવાનું જણાવ્યું હતું,તપાસ દરમિયાન મોબાઈલ શોપના માલિક વાસુદેવભાઈ અગ્રવાલ રહે,ચીચપાડા,તા-નવાપુર,જિ-નંદુરબાર(મહારાષ્ટ્ર)ને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો,અને તેને વેચવામાં આવેલ મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો હતો,તે ઉપરાંત 15 જેટલા મોબાઈલ જેની કિંમત રૂપિયા 37,000/-ના ફોન આધારપુરાવા/બીલ વગરના મળી આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે,તમામ મોબાઈલ ફોન કબજે કરી તપાસ શરૂ કરવામાં આવી છે,હાલ બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ સ્નેહલભાઈ ગોવિંદભાઈ કરી રહ્યા છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500