વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ પોલીસ દ્વારા માલેગાવ ટોલટેક્સ નાકા નજીક આવેલ યાજ્ઞિક હોટલ પાસેથી બાતમીના આધારે રૂપિયા 23.75 લાખ નો દારૂ ઝડપી પાડી ટ્રક સાથે કુલ રૂ.48.80 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ જણાની ધરપકડ કરી છે.જયારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ ડાંગ જીલ્લામાં દારૂની બદી ને ડામવા માટે જીલ્લા પોલીસ અધિકક્ષ શ્રીશ્વેતા શ્રીમાળી તેમજ નાયબ અધિક્ષક શ્રીઅજીત રાજીયાન ને મળેલ બાતમીના આધારે વધઇ સાપુતારા માર્ગ પર આવેલા માલેગાવ ટોલટેક્સ નજીક આવેલ યાજ્ઞિન હોટલ નજીક રાત્રી દરમ્યાન ચેકીંગ કામગીરી શરૂ કરી હતી.તે દરમિયાન ટ્રક નંબર MH-04-FU-4584 યાજ્ઞિન હોટલ પાસે નજર આવતા એલસીબી પીએસઆઇ સી.એન. પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ રંજીતભાઈ,હરીશભાઇ સહિત ની ટીમે ઉભેલી ટ્રક ની અંદર તપાસ કરતા ટ્રક માથી ભારતીય બનાવટીનો વિદેશી દારૂ ની જુદીજુદી બ્રાન્ડ ની કુલ 11080 નંગ બોટલ મળી આવી હતી જેની કુલ કિંમત રૂ 23.75.880 તેમજ ટ્રક ની કિંમત રૂ 25 લાખ તેમજ ત્રણ મોબાઇલ ફોન જેની કિંમત રૂ 05 હજાર મળી કુલ 48,80,880/- લાખ નો મુદ્દા માલ કબજે કરી ટ્રક ચાલક સુખબિરસીંગ કુલબિરસિંગ ધુમેર રહે.મમરાઇ જીલ્લા ગુરૂદાસપુર ને દારૂના ગુન્હામાં મદદગારી કરનાર યાજ્ઞિક હોટલ ના માલિક મગનભાઇ માહલે,મોહનસીંગ માહલે બન્ને રહે,શામગહાન સહિત કુલ ત્રણ આરોપી ની ધરપકડ કરી પ્રોહી એકટ મુજબ નો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી,જયારે દારૂ ની હેરાફેરી ના ગુના માં સંડોવાયેલ બે આરોપી ને ડાંગ પોલીસે વોન્ટેડ જાહેર કરી ડાંગ પોલીસ વડા શ્રીશ્વેતા શ્રીમાળી એ વધુ તપાસ હાથ ધરી હતી,અત્રેઉલેખ્નીય છેકે,યાજ્ઞિક હોટલના સંચાલક મગનભાઇ માહલે અને મોહનસિંહ માહલે બંને ઇસમોએ પોલીસ જવાનો સાથે ઝપાઝપી કરી હતી અને દારૂ ભરેલી ટ્રકના ચાલકને મદદ કરી એક આરોપીને ભગાડવામાં મદદ કરી હતી.હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application