એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ડાંગ જિલ્લાની રહેવાસી સરિતા ગાયકવાડનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.ડાંગ જિલ્લાના એક પછાત પરિવાર માંથી આવી સરિતાએ અશિયન ગેમ્સમાં ગોલ્ડ અપાવ્યો હતો.અમદાવાદ એરપોર્ટ ખાતે સરિતાનું સ્વાગત કરવા માટે ઢોલ અને નગારા સાથે મોટી સંખ્યામાં અદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.મહત્વનું છે,કે એશિયન ગેમ્સ 2018માં 4x400 રિલે દોડમાં મહિલા ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે એક કરોડ રૂપિયાનું ઇનામ આપવા માટેની જાહેરાત કરી હતી,સરિતા,અંકિતા રૈના,હરમિત દેસાઇ,માનવ ઠક્કર,અંશુલ કોઠારી,તથા એલાવેનિલ વાલરીવનનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી દરેક ખેલાડીનું સન્માન કરશે. એશિયન ગેમ્સ 2018માં સિંગલ્સ ટેનિસમાં અમદાવાદની અંકિતા રૈનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.ટેનિસમાં સિંગલ્સમાં મેડલ જીતનારી તે સાનિયા મિર્ઝા બાદ ભારતની બીજી અને ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી બની હતી.રાજ્ય સરકાર દ્વારા અંકિતા રૈનાને રૂ.50 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરાઈ છે.ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં જાપાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીતનારા ગુજરાતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કરને પણ સરકારે રૂ.30 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application