તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવાનું નકકી કર્યું છે. જેને અનુલક્ષીને જિલ્લા પંચાયત, તાપીના સભા ખંડમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગજરાબેન ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.બી પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો સેમીનાર યોજવામાં આવ્યો હતો.સેમીનારમાં ઉપસ્થિતોને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગજરાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે,કૂપોષણ ગંભીર સમસ્યા છે.બાળકોને કૂપોષણથી બચાવવા માટે માતાઓ કૂપોષિત ન રહી જાય એની તકેદારી રાખવી પડશે એમ ઉમેર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી જે.બી.પટેલે કેન્દ્ર સરકારના પોષણ માસ ઉજવણી કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી કૂપોષણ અને કૂપોષણની ગંભીર આડઅસરો અંગે વિગતે જાણકારી આપી તેમણે કૂપોષણને નાથવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પોષણ માસ કાર્યક્રમમાં વ્યાપક જનભાગીદારી નોંધાય એ ખૂબ જરૂરી છે એમ જણાવ્યું હતું.આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.એ.રંગુનવાલાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેન્શનના માધ્યમથી તાપી જિલ્લામાં કૂપોષણની વર્તમાન પરિસ્થિતિ,કૂપોષણને નાથવા માટે તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓ તથા પોષણ માસ ઉજવણી અંતર્ગત કરવામાં આવનારી કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી.સેમીનાર દરમિયાન ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ,જિલ્લા વિકાસ અધિકારી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત ઉપસ્થિતઓએ તાપી જિલ્લામાં કૂપોષણના કારણો અને કૂપોષણને નિવારવા માટે શું કરી શકાય એ અંગે વિગતે ચર્ચા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application