તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:આજરોજ સોમવારે જન્માષ્ટમી છે.આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો,કૃષ્ણ જન્મને ઉજવવા માટે ભાવિક ભક્તો થનગની રહ્યા છે,આ દિવસે ઠેરઠેર મટકી ફોડના કાર્યક્રમોનું પણ આયોજન થયું છે,નંદઉત્સવને ઉજવવા માટે મંદિરોમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.મંદિરોને સણગારવામાં આવી રહ્યા છે,નંદલાલાને વધાવવા માટે ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,
શ્રીકૃષ્ણના જન્મોત્સવની તાપી જિલ્લાના સોનગઢ,વ્યારા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધામધૂમથી ઈજવણી કરવામાં આવશે,ભક્તો નંદલાલા ના જન્મોત્સવને ઉજવવા માટે થનગની રહ્યા છે,નગર અને મહોલ્લામાં પણ ઠેરઠેર મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,રાત્રીના 12 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે,આ માટે મંદિરોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે,ખાસ કરીને રાધાકૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ માટે પારણા ઝૂલવવામાં આવશે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500