તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે જ્યારે જોગાનુજોગ આજે જન્માષ્ટમી પણ છે.શ્રાવણનો મહિનાનો છેલ્લો સોમવાર અને જન્માષ્ટમીનો અનોખો સંયોગ જોવા મળી રહ્યો છે.છેલ્લા સોમવારને લઇ વહેલી સવારથી જ ઠેકઠેકાણે શિવાલયોમાં તેમજ જન્માષ્ટમીના તહેવારને લઇ કૃષ્ણના દર્શનાથે ભક્તો ઉમટી રહ્યા છે.શ્રાવણ માસના ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચનાનું અનેરૂ મહત્વ છે.ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોનગઢ,વ્યારા નગર સહિતના મહાદેવજીના મંદિરોમાં શિવભક્તોનો માનવ મહાસાગર છલકાયો છે.વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથના દર્શન માટે લોકોની લાંબી લાઇન લાગી છે.
સોનગઢમાં કાર્યરત સંસ્કાર ગ્રુપ દ્વારા ભવ્ય અતિ ભવ્ય કાવડયાત્રાનું આયોજન પણ આજરોજ કરવામાં આવ્યું હતું.યાત્રામાં જોડાયેલા આશરે 300 થી વધુ કાવડીયાઓ દ્વારા દોણ ગામના ગૌમુખ મહાદેવ નજીક આવેલ ગૌતમી ગંગાના પવિત્ર જળ કાવડમાં ભરી લાવી સોનગઢના જમાદાર ફળીયામાં આવેલ હરહર મહાદેવજીને અર્પણ કરવામાં આવ્યું હતું,સંસ્કાર ગ્રુપ દ્વારા 13 વર્ષથી નિયમિત રૂપે શ્રાવણ માસના એક સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે.સોનગઢથી આશરે 18 કિ.મી. દૂર પહાડો ની વચ્ચે આવેલ પ્રાચિન ધાર્મિક સ્થળ એવા ગૌમુખ મહાદેવ મંદિરથી આજરોજ વહેલી સવારે કાવડયાત્રાનો આરંભ થયો હતો.યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રુપના સભ્યો તથા ભાવિક ભક્તો અને સાધુ સંતો સહિત નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.દિનેશભાઈ અગ્રવાલ દ્વારા કાવડિયાઓ માટે બદામ-દૂધનું આયોજન કરવામાં આવ્યું હતું,તથા રાહુલભાઈ ધર્માણી,જય શાહ,દેવભાઈ,હરીશભાઈ સહિતના મિત્રો દ્વારા ચા,કોફી,કેળાનું આયોજન કરવામાં આવ્યું હતું,તેમજ કૈલાસભાઈ અગ્રવાલ પરિવાર તરફથી રોકડીયા હનુમાનજીના મંદિરે શિવભક્તો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500