ભરત શાહ દ્વારા રાજપીપલા:નર્મદામાં ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે.નર્મદા જિલ્લાની એક આશ્રમ શાળામાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતી આદિવાસી સગીર વિદ્યાર્થીઓ સાથે શાળાના જ આચાર્ય હર્ષદ જયંતિ પટેલે જ શારીરિક શોષણ કરવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. અજાણી વ્યક્તિએ બાલસુરક્ષા વિભાગ રાજપીપલાને ટેલિફોનિક જાણ કરતા તેઓ 181 અભયમને સાથે લઇ આ બે ટીમોએ આ આશ્રમ શાળામાં જઈને ભોગ બનનાર બાળકીઓના નિવેદન લેતા આ શિક્ષકે 4 થી 5 બાળકીઓ સાથે આવું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
વિધાર્થીઓનો આક્ષેપ છે કે,આ શિક્ષક પોતે ધરે જઈ વિધાર્થીઓને પોતાની મોટર સાઇકલ પર બેસાડીને શરીરના અલગઅલગ ભાગો પર હાથ મારી અડપલાં કરતો હતો.અને ત્યાંના શિક્ષકોના કહેવા મુજબ અગાઉ પણ આ શિક્ષકે અન્ય વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરતા સંસ્થા દ્વારા માફી પત્ર પણ લખાવવામાં આવ્યું હતું.જોકે આ લંપટ શિક્ષકનું કરતૂત ન સુધરતાં આખરે જેલમાં જવાનો વારો આવ્યો છે.બાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના મહિલા કર્મીઓએ પણ બાળકીની મુલાકાત લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.હાલ તો શિક્ષકની પોલીસે અટકાયત કરી છે.તો બીજી બાજુ સમગ્ર ફરિયાદની આગળની તપાસ ગરુડેશ્વર પોલીસ ASP કેવડિયા અચલ ત્યાગીના નેતૃત્વમાં કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application