Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ દરબારના રંગમંચ ઉપર ડાંગી નૃત્યોની રમઝટ

  • February 27, 2018 

તાપીમિત્ર ન્યુઝ, આહવાઃતા.રપમી ફેબ્રુઆરી, ૨૦૧૮ થી આહવા ખાતે શરૂ થયેલા ડાંગ જિલ્લાના સૌથી મોટા લોકોત્સવ એવા ડાંગ દરબારના રંગમંચ ઉપરથી, ડાંગી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ દરબારીઓ માણી રહ્યાં છે. કાર્યક્રમના ત્રીજા દિવસે રંગ ઉપવન ખાતે વિશ્વના તખ્તા ગજવતા ડાંગી નૃત્યો પ્રેક્ષકોએ મનભરીને માણ્યા હતા.અહીં પાવરી નૃત્ય, ભવાડા નૃત્ય, ઠાકરે નૃત્ય, રામાયણ નૃત્ય નાટિકા, વારલી નૃત્ય, ડુંગરદેવ નૃત્ય, થાળી વાદન, તમાશા કાર્યક્રમ સહિત સ્થાનિક કલાકારો દ્વારા રાજસ્થાની નૃત્ય, રાસ-ગરબા, હોળી નૃત્ય, સહિત ડાંગની આગવી ઓળખ બની ગયેલા ડાંગના દરબારી નૃત્ય નાટિકાએ ભારે રમઝટ બોલાવી હતી. ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારની રાહબરી હેઠળ સાંસ્કૃતિક કમિટિના નૉડલ ઓફિસર શ્રી એસ.એલ.પવાર તથા તેમની ટીમ દ્વારા, નિવાસી અધિક કલેક્ટર શ્રી ટી.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ, સ્થાનિક કલાકાર, કસબીઓ અને વિઘાર્થીઓની પ્રતિભાને પ્રસ્તુત કરવાનો અવસર પ્રદાન કર્યો હતો.આ ઉપરાંત અહીં પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ગોવા, ઉત્તરપ્રદેશ અને છેક આસામના વિખ્યાત નૃત્યો પણ ડાંગના દરબારીઓને માણવા મળ્યા હતા.રંગ ઉપવનના રંગમંચ ઉપર ડાંગ દરબારના બીજા દિવસે પણ ગુજરાતી સાહિત્યનો રસથાળ પીરસતા લોકડાયરાનો કાર્યક્રમ પણ પ્રસ્તુત કરાયો હતો.ડાંગના કલાકાર કસબીઓ, તેમની પ્રતિભાને યોગ્ય સ્તરે પ્લેટફૉર્મ પુરૂ પાડવાનો અવસર પ્રદાન કરવાનો જિલ્લા વહિવટી તંત્રનો પ્રયાસ છે, તેમ ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે દરબારના શ્રોતાજનોને હોળી-ધૂળેટીની શુભકામના પાઠવતા જણાવ્યું હતું. પ્રવાસન વિભાગના આર્થિક સહયોગથી છેલ્લા બે વર્ષોથી ડાંગ દરબારની ઉજવણીને વધુ લોકભોગ્ય બનાવી શક્યા છે,તેમ પણ કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application