Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસેથી રોકડ રૂપિયા 2.45 કરોડ સાથે બે જણા ઝડપાયા:પોલીસ તંત્ર દોડતું થયું

  • August 31, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે આજરોજ સવારે વાહન ચેકિંગ દરમિયાન બિન હિસાબી નાણું 2.45 કરોડ થી વધુની રોકડ રકમ સાથે શંકા સ્પદ બે શખ્સોની સોનગઢ પોલીસ દ્વારા અટક કરી સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસેથી આજરોજ સાવરે 10:00 કલાક ના અરસામાં શ્રીનાથ ટ્રાવેલ્સ ની બસ નંબર GJ-5-BX-8989 માંથી રૂપિયા 2.45 કરોડ થી વધુની રકમ સાથે (1)સુરજ પ્રવીણચંદ્ર મહેતા રહે,રૂપપુર તા,ચાણસમાં-પાટણ,હાલ રહે,સીરવાડા તા,કાંકરેજ-બનાસકાંઠા(2)રાજેન્દ્રસિંહ વિરમજી વઘેલા રહે,કંબોઇ તા.ચાંણસમા-પાટણ,હાલ રહે,જનક એપાર્ટમેન્ટ લક્કડગંજ-સુરત નાઓ ને વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા છે,આરટીઓ ચેકપોસ્ટ પોઈન્ટ પાસે પોલીસ કોન્સટેબલ નવરાજસિંહ જોરસિંહ ડાભી (બ.નં.0217) અને ટીઆરબી ના જવાનો વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે સમયે નાગપુર થી સુરત તરફ જતી શ્રી નાથ ટ્રાવેલ્સ કંપની ની બસમાં ચેકિંગ કરતા રૂપિયા ભરેલા લાલ અને બ્લ્યુ કલરના બે થેલા મળી આવ્યા હતા,બંને શખ્સો પાસે આધારપુરાવા માંગણી કરતા કોઇપણ પ્રકારના બીલ કે પછી આધાર પુરાવા રજુ નહીં કરી શક્યા હતા,સમગ્ર બાબતે ઉચ્ચઅધિકારીઓને જાણ કરવામાં આવતા ઘટના સ્થળ પર દોડી આવી તપાસ શરુ કરી.રૂપિયાની ગણતરી સોનગઢ એસબીઆઈ બેંકમાં આશરે ત્રણ કલાક સુધી કરવામાં આવી હતી જેમાં 2,45,50,000/-(બે કરોડ પીસ્તાળીસ લાખ પચાસ હજાર)રૂપિયા રોકડા હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસ તપાસ દરમિયાન સુરત ખાતે વી. પટેલ નામની આંગડીયાપેઢી ચલાવતા સંજયભાઈ રમેશભાઈ પટેલ અને હિતેશભાઈ બાબુભાઈ પટેલ નામના સંચાલકોની પણ પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.હાલ તો 2,45,50,000/- રૂપિયા ટ્રેજરી કચેરીમાં જમા કરી દેવામા આવ્યા છે.સમગ્ર મામલે પોલીસ કોન્સટેબલ નવરાજસિંહ ડાભીની ફરિયાદને આધારે 41(1)D તેમજ સોનગઢ પોલીસ મથકે જાણવા જોગ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.રૂપિયા કોણે મોકલ્યા હતા અને કોણે મંગાવ્યા હતા તે દિશામાં આગળની વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઈ  વી.આર.ભરવાડ કરી રહ્યા છે.ઇન્કમટેક્ષ વિભાગમાં પણ તપાસ શરૂ કરી શકે છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application