Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:માંડવીના કરંજ પાસેથી 40.98 લાખના ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ:56 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત:પુના ગામનો રાજુભાઈ મારવાડી તથા નૌગામાં ગામનો પરેશ મારવાડી સહિત ચાર જણા વોન્ટેડ

  • August 30, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત રેંજ આઈજીની ટીમને આજરોજ ભારે સફળતા મળી છે.માંડવી તાલુકાના કરંજ જીઇબી સબ સ્ટેશન સામે લીંમોદરા તરફ જતા રોડ ઉપરથી 680 બોક્સ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી એક ટ્રક સાથે ડ્રાઈવર ને ઝડપી પાડવામાં આવ્યો છે,બનાવને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર સુરત રેંજ આઈજીની સૂચન અને એસ.કે.રાય પોલીસ ઇન્સ્પેકટર-ઓપરેશન ગૃપ અને આરઆરસેલ,નાઓના સુપરવિઝન હેઠળ સુરત રેંજ વિસ્તારમાં પ્રોહીબિશન અંગેની બદી નેસ્ત નાબુદ કરવા સ્ટાફના જવાનો સાથે પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન હેડકોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ શનાભાઈ ને મળેલ બાતમીના આધારે માંડવી તાલુકાના કરંજ જીઇબી સબ સ્ટેશન સામે લીંમોદરા તરફ જતા રોડ ઉપર આજરોજ વોચ ગોઠવી હતી,તે વેળા પુરપાટ ઝડપે દોડતી એક ટ્રક નંબર RJ-27-GA-1891 ને રોકવા ઇસારો કરતા ટ્રક માંથી ક્લીનર સાઈડે બેસેલ એક ઇસમ ફરાર થઇ ગયો હતો,તેમજ ટ્રકના ચાલકે પોતાની ટ્રક ઉભી રાખતા તેની પૂછકરવામાં આવી હતી જેમાં પોતાનું નામ ગુરમીત હરગોવિંદસિંગ પ્રજાપત(ઉ.વ.22)રહે,ફતુહીવાલા,તા,મલાટ થાના લબ્ધી જી,મુક્તસાર સાહેબ-પંજાબ નો હોવાનું જાણવા મળ્યું હતું,તેને સાથે રાખી ટ્રકમાં પાછળના ભાગે તપાસ કરતા ટ્રક માંથી કુલ 680 પુઠ્ઠાના બોક્ષો માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની વ્હીસ્કી ની નાની મોટી બાટલીઓ નંગ 22020 જેની કિંમત રૂપિયા 40,98,000/-તેમજ ટ્રકની કિંમત રૂપિયા 15,00,000/-,મોબાઈલ ફોન નંગ 1 કીં.રૂ.1,000/-,તેમજ અંગ ઝડતી માંથી રોકડા રૂ.4,000/- મળી કુલ્લે રૂપિયા 56,03,000/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો,અને ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.બનાવ અંગે માંડવી પોલીસ મથકે થર્ડ ગુન્હા રજીસ્ટર નંબર 369/2018 મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.   High light-હરિયાણા/ઇન્દોર ખાતેથી એક ટ્રક નંબર RJ-27-GA-1891 માં ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી તેનો ચાલક ઇન્દોરથી નીકળી માંડવી થઇ લીંમોદરા બસ સ્ટેન્ડની પાછળ જતા રોડેથી પસાર થઇ માંડવી તાલુકાના પુના ગામના રાજુભાઈ મારવાડી તથા નૌગામાં ગામના પરેશ મારવાડીને દારૂનો જથ્થો આપવા આવનાર હોવાની બાતમીના આધારે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી……


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application