તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પલંગ પર સૂતેલી આઠ માસની બાળકી પાણીની ડોલમાં પડી જતાં મોત નીપજ્યું હતું.આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરમાં દસરથ કુસવાહા પરિવાર સાથે રહે છે.તેમની આઠ મહિનાની બાળકી સપના સવારે પાણીથી ભરેલી ડોલમાં પડેલી હાલતમાં મળી આવી હતી.પલંગ પર સૂતેલી બાળકી પાણી ભરેલી ડોલમાં પડી જવાથી મોત નીપજતા પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application