Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:બારડોલીના તાજપોર પાસેથી બીયરના ટીન ભરેલી કાર સાથે બે જણા ઝડપાયા:ત્રણ વોન્ટેડ

  • August 30, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:બારડોલી પોલીસ સ્ટાફના જવાનોએ,બારડોલી-નવસારી રોડ ઉપર આવતું તાજપોર ગામની સીમમાં આવેલ વણાંક પાસેથી પલસાણા બ્રિજ તરફ જવાના રસ્તા નજીકથી એક ડસ્ટર કાર નંબર GJ-5-JD-9109 અટકાવી તપાસ કરતાં કાર માંથી પોલીસને પરપ્રાંત બનાવટના 600 બિયરના ટીન કિંમત રૂ,50,884/-સાથે સુરતના સચિન ખાતે સ્લમબોર્ડ વિસ્તારમાં રહેતા અનિલ અશોક સબકારે તેમજ મોહન ઉર્ફે મહમદ સુંદરભાઈ કટલરીવાળા રહે,મહિધરપૂરા-સુરતનાઓને ઝડપી પાડ્યા હતા.અને તેમની પૂછતાછ કરતાં આ વિદેશી દારૂ સેલવાસ ખાતે આવેલ વર્ધન બીયર બારમાં નોકરી કરતાં ચંદન,રવિ,હિતેશ નાઓએ ભરાવ્યો હોય પોલીસે તેમને વોંટેડ જાહેર કર્યા હતા.પોલીસે દારૂ તેમજ કાર અને મોબાઈલ મળી કુલ 5.59 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application