તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ પર અજાણ્યાં વાહનની અડફેટમાં આજરોજ મોડી સાંજે આશરે 7:30 કલાકના અરસામાં એક કદાવર દીપડાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોનગઢના સોનારપાડા ગામની સિમ માંથી પસાર થતો નૅશનલ હાઇવે માર્ગ નંબર 53 પર આવેલ ટાટા મોટર્સ સામે હાઇવે માર્ગ ઉપર આજરોજ મોડી સાંજ ના સમયે કોઈ અજાણ્યાં વાહનની અડફેટમાં આશરે 3 વર્ષના દીપડા નું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.બનાવના પગલે આસપાસ માંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં દીપડાને જોવા દોડી આવ્યા હતા.બનાવ અંગે વનવિભાગ ને જાણ કરવામાં આવતા સોનગઢ રેંજ ના રેન્જર પ્રવીણભાઈ ચૌધરી સહિત નો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતા અને મૃત દીપડાનો કબજો મેળવી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application