ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા એસઓજી એ પોલીસ મહાનિર્દેશક એ.ટી.એસ.ગુ.રા. અમદાવાદના ઓની સુચના અને પોલીસ અધિક્ષક નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપળા ઓના માર્ગદર્શન હેઠળ NDPS ને લગતી પ્રવૃત્તિઓને નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપતા તા.28 ઑગસ્ટ ના રોજ નર્મદા જીલ્લાનાં આમલેથા પો.સ્ટે. વિસ્તારમાં આવેલા કાકડવા ગામની સીમમાં આવેલ આરોપી હુસીયાભાઈ છીબાભાઈ વસાવા (રહે.કાકડવા,તા.નાંદોદ )ના એ પોતાના ખેતરમાં તુવેરનુ વાવેતર કરેલ અને તુવરની સાથે ગેરકાયદેસર વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ છે.તેવી બાતમી મળતા પીએસઆઈ એચ.જી.ભરવાડ એસ.ઓ.જી.નર્મદા તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એ.મકવાણા ડેડીયાપાડા તથા પીએસઆઈ સી.એમ.ગામીત આમલેથા પો.સ્ટે.તથા પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ગાંજાનાં છોડ નંગ-42 વજન 54.010 કિ.ગ્રામ કુલ કિ.રૂ 5,40,100/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application