Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યના બાળકો-યુવક-યુવતીઓ માટે ઉમદા તક:જૂનાગઢ ખાતે સપ્ટેમ્બર-૨૦૧૮ થી જાન્યુઆરી-૨૦૧૯ દરમિયાન એડવેન્ચર તથા બેઝિક કોર્સ યોજાશે

  • August 29, 2018 

રાજ્ય સરકારના રમત,ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર હેઠળની પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર,જૂનાગઢ ખાતે ગુજરાતના બાળકો,યુવક-યુવતીઓ માટે સાહસિક,આત્મવિશ્વાસના ગુણ ખીલે,શારીરિક-માનસિક રીતે સ્વસ્થ બને, પર્વતોથી પ્રત્યેક રીતે માહિતગાર થાય,પ્રકૃત્તિ શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી માહે સપ્ટેમ્બર-૨૦૧૮ થી જાન્યુઆરી ૨૦૧૯ સુધી એડવેન્ચર કોર્સ (૮ થી ૧૩ વર્ષના બાળકો માટે  ૭ દિવસ) તથા બેઝિક કોર્સ (૧૪ થી ૪૫ વર્ષના યુવક-યુવતીઓ માટે ૧૦ દિવસ) નું આયોજન કરાશે એમ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર-જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ કોર્ષનો સમયગાળો તથા ફોર્મ www.gujmount.com વેબસાઇટ પરથી મેળવી શકાશે.આ બંને શિબિરના ફોર્મ ઓનલાઇન ડાઉનલોડ કરી કોર્સના એક મહિના અગાઉ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર,રાધાનગર સોસાયટી,ગિરનાર દરવાજા,જૂનાગઢ ખાતે ૦૨૮૫-૨૬૨૭૨૨૮ રૂબરૂ અથવા પોસ્ટથી મોકલી આપવાના રહેશે,તેમ વધુમાં જણાવાયુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application