તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલના ચચરબુંદા ગામના ચર્ચ ફળીયામાં રહેતા પાદરીના મકાન માંથી રોકડ રકમ તેમજ સોનાના દાગીના મળી કુલ રૂ.5,25,000/-ની ચોરી થઇ હોવાની ફરિયાદ ઉચ્છલ પોલીસ મથકે રજીસ્ટર થઇ છે.બનાવને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
તાપી જીલ્લાના ઉચ્છલ તાલુકાના ચચરબુંદા ગામના ચર્ચ ફળીયામાં રહેતા પાદરી પ્રતાપભાઇ લાલસીંગભાઇ ગામીત ના મકાન માંથી તા.28મી ઓગસ્ટ નારોજ,આશરે 9:30 થી 12:00 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમે ઘરનો મુખ્ય દરવાજો તેના ટેરેસ પર મુકેલ તુટેલા હાથા વાડા ત્રિકમ લાવી ત્રિકમ વડે તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમના દરવાજાનો નકુચો ત્રિકમ તથા રસોડામાં મુકેલ સાણસી વડે તોડી બેડરૂમમાં મુકેલ લોખંડના કબાટનું ડ્રોઅર તોડી તેમાં મુકેલ રોકડા રૂ.4,17,000/-તથા તેના બાજુના કબાટના ડ્રોઅરમાં મુકેલ રોકડા રૂ.23,000/-તથા બે તોલાનું સોનાનું મગળસુત્ર કિ.રૂ.40,000/-તથા બે તોલાની સોનાની બંગડી કિ.રૂ.40,000/-તથા અડધા તોલાની સોનાની ચેન કિ.રૂ.5,000/-મળી કુલ્લે કી.રૂ.5,25,000/-નો મુદ્દામાલ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ફરાર થઇ ગયો હતો.બનાવ અંગે પાદરી પ્રતાપભાઇ લાલસીંગભાઇ ગામીતે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી,જેમની ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ પીએસઆઈ બી.સી.સોલંકી કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500