પોલીસ સબ ઇન્સપેક્ટર, કાકરાપાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નીચે નિર્દીષ્ઠ કરેલી મિલ્કત, ક્રિ.પ્રો.કોડ. ૧૯૭૩ ની કલમ-૧૦૨ જોગવાઇ હેઠળ,શ્યામ સુંદર ગુપ્તા રહેવાસી, નૌસીરનગર ઉચામાળા તા.વ્યારા જી.તાપીએ ભાડે આપવા માટે બનાવેલ ખોલીમાંથી સફેદ કલરની પ્લાસ્ટીકના દાણા ભરેલી બેગ મળી આવી હતી.
જેના પર માર્કો જોતા BOROUGE POLYPROPYLENE 25KG NET MADE IN UAE લખેલ ફુલ બેગો નંગ-૬૫૩ કિ.રૂ.૧૬,૩૨,૫૦૦/- નો મુદ્દામાલ તા.૦૫/૧૦/૨૦૧૫ ના રોજ પો.સ.ઇ. શ્રી, કે.એસ.મોટાવર. કાકરાપાર પો.સ્ટે. દ્વારા કબ્જે કરેલ હતો અને હાલ એ મુદ્દામાલ કાકરાપાર પો.સ્ટે. મા રાખવામાં આવેલ છે આથી જે કોઇ વ્યક્તિ સદરહુ મિલ્કતનો દાવો કરવા માંગતી હોય તેણે મે.એડી.સિવીલ જજ અને જ્યુ.ફ.ક. મેજી.શ્રી વ્યારા કોર્ટમાં હાજર થવુ અને છ માસની અંદર પોતાનો દાવો સાબિત કરવો અને તેમ કરવામાં નહિ આવે તો આ મિલ્કત રાજ્ય સરકારના હસ્તક મુકવામાં અને કાયદા અનુસાર નિકાલ કરવાને પાત્ર થશે એમ કાકરાપાર પો.સ.ઈ એમ.આર.જાનીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500