Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતઃપલસાણા-કડોદરા હાઇવે માર્ગ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત:10 લોકોના મોત

  • August 27, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:પલસાણા-કડોદરા હાઈવે માર્ગ ઉપર બલેશ્વર ગામ પાસે આજરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે.ઘટનાની જાણ થતા મદદ માટે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.પોલીસ તેમજ ઈમરજન્સી સેવા 108 પણ ઘટના સ્થળે દોડી આવી હતી.અને મૃતકોની ઓળખની દિશામાં તપાસ હાથ ધરી હતી.પલસાણા-કડોદરા હાઈવે ઉપર બલેશ્વર ગામ નજીક આ ઘટના બની છે. સ્થાનિક સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત જીલ્લાના પલસાણા-કડોદરા નજીક ઈનોવા કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઈનોવા કારમાં સવાર મહિલા સહિત 10 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.ઈનોવા કારનો ભૂક્કો થઈ ગયો હતો અને અંદર લાશો પડી હતી.ટ્રક કાર સાથે અથડાતા મોટો અવાજ થયો હતો.અવાજ સાંભળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.કારમાં કુલ 11 લોકો સવાર હતા.ધડાકાભેર સર્જાયેલા અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.અને તમામ લોકોને કાર માંથી બહાર કાઢ્યા હતા.ઘટનાની જાણ થતા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે,અકસ્માત બાદ કારમાં સવાર લોકો રોડ પર મૃત હાલતમાં પડી ગયા હતા.જ્યારે એકનું માથું પણ કપાઈ ગયું હતું.અને રોડ પર પડી ગયું હતું.જ્યારે અકસ્માત બાદ કારનો કડૂચલો વળી ગયો હતો.અને ચાર જેટલા લોકોની લાશ કારમાં જ ફસાઈ ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application