તાપીમિત્ર ન્યુઝ,કુકરમુંડા:કુકરમુંડા વિસ્તારમાં નંદુરબારના વેપારી પાસેથી રૂપિયા 2,43,000/-રોકડા રકમની બે બાઈક ઉપર આવેલા ચાર જેટલા અજાણ્યા લુટારુઓએ સનસનીખેજ લુંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે.સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
તાપી જિલ્લાના અતિ છેવાડે મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર નજીક આવેલ જુના કુકરમુંડા તરફ આવતા રોડના વળાંકમાં રોડ પર તા.25મી ઓગસ્ટ નારોજ,જોહરભાઇ જૈનુદ્દીન બોહરી રહે,નંદુરબાર બોહરી મસ્જીદ પાસે-નંદુરબાર નાઓ પોતાની હોન્ડાઈ એસેન્ટ ફોર વ્હીલમાં કારમાં ડ્રાઇવર સાથે બેસી નંદુરબારથી પ્રથમ નિઝર ખાતે તેમજ તલોદા,કુકરમુંડા,વણિયાવિહીર,અકકલકુવા તેમજ ખાપર ખાતેના વેપારીઓ પાસેથી પોતાના હાર્ડવેરના વેંચાણના ઉધરાણીના રૂપિયા 2,43,000/-રોકડા રૂપિયા લઈ પરત કુકરમુંડા થઈ નંદુરબાર જતાં હતા તે વખતે બે કાળા કલરની બાઈક ઉપર આવેલ ચાર અજાણ્યા ઈસમો પૈકી એક બાઈક ચાલકે વેપારીના કાર આગળ પોતાની બાઈક આડી રાખી હતી ત્યારબાદ અન્ય ઇસમોએ કાર આગળના ડ્રાઈવર સાઇડના કાચ ઉપર તલવારનો ઘા કરી કાચ તોડી ઉધરાણીના રૂપિયા 2,43,000/- રોકડા રૂપિયા ભરેલ બેગ વેપારી પાસેથી ઝુંટવી,લુંટી લઈ વેપારી સાથે ઝપા ઝપી કરી તલવારથી ભયમાં મુકી લુંટ કરી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે જોહરભાઇ જૈનુદ્દીન બોહરીએ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેના આધારે ચાર અજાણ્યા લુંટારુઓ વિરૂધ્ધ ઈ.પી.કો કલમ 427,392,394,397,114 મુજબ નિઝર પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.આગળની વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ આર.એચ.લોહ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500