Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદરા ગ્રામ પંચાયતની ૬૫ વીઘા જમીન ૨.૨૧ કરોડમાં વેચી દેવાઈ

  • September 28, 2021 

જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલ બ્લોક નંબર ૧૩ પૈકી વાળી જમીન ગ્રામ સમસ્ત ની ૬૫ વીઘા જમીન ખરીદનાર પાસેથી કમિટીના વહીવટકર્તાઓએ રૂપિયા ૨.૨૧ કરોડ પડાવી લીધા બાદ તે જગ્યા નો દસ્તાવેજ નહીં કરી આપતા આખરે કમિટીના સાત સભ્યો વિરોધ ખરીદનારે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 

 

 

 

પલસાણા તાલુકાના કડોદરા સ્થિત ખ્યાતનામ અકળા મુખી હનુમાન મંદિરની સામે આવેલી રે.સ.નં.૪.૮.૧૯૬ બ્લોક નંબર ૧૩ પૈકી વાળી જૂની શરતની ખેતીની જમીન આશરે ૪૫ વિઘા જે સમસ્ત ગામની માલિકીની છે જે જમીનના ૭/૧૨ માં ખંડુભાઈ નારાયણભાઈ દેસાઈ, અમૃતભાઈ વનમાળીભાઈ પટેલ તથા સરકારના નામે ચાલી આવેલ છે જે જમીનનો સોદો સને ૨૦૦૪ માં નવસારી જિલ્લાના વિજલપોર સ્થિત ઉદ્યોગ નગર માં રહેતા શંકરભાઈ અરજણભાઈ પટેલે તેમના ભાગીદાર ગૌરાંગભાઈ ખેતાભાઇ પટેલ (રહે કડોદરા) સાથે મળીને કમિટીના સભ્યો નરેશભાઈ ખંડુભાઈ દેસાઈ, યશવંતભાઈ નરોત્તમભાઈ દેસાઈ, દિનેશભાઈ દયાળજીભાઈ દેસાઈ, દીપકભાઈ ડાહ્યાભાઈ નાયક, રમેશભાઈ ગોપાલભાઈ પટેલ, ચંદુભાઈ ઈશ્વરભાઈ પટેલ, રણજીતભાઇ રામભાઇ પટેલ, શંકરભાઈ રણછોડભાઈ પટેલ સાથે થયેલો હતો. રૂપિયા ૨.૨૧ કરોડમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. જે જમીન ખરીદ્યા બાદ કમિટીને થોડા થોડા કરીને પૂરી રકમ ચૂકવી દેવામાં આવી હતી અને તે અંગેના સાટાખત તેમજ ડાયરી પણ બનાવવામાં આવી હતી છતાં પણ અત્યાર સુધી દસ્તાવેજ કરવામાં આવ્યો ના હોવાથી આ અંગે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સાત વ્યક્તિ સામે પોલીસે ગુનો નોધી આગળની તજવીજ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application