તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:રાજપીપળા નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 5 વર્ષની ટર્મ માટે પ્રથમ વખત તમામે તમામ 11 બેઠકોની 25મી ફેબ્રુઆરીએ રાજપીપળા સરકારી હાઈસ્કૂલમાં ચૂંટણી યોજાઈ હતી.જેમાં બેંકના 12000 થી વધુ સભાસદોમાંથી ફક્ત 3919 સભાસદોએ મતદાન કર્યું હતું.બાદ 26મી ફેબ્રુઆરીએ રાજપીપળા નાગરિક સહકારી બેંકના સભખંડમાં મતગણતરી યોજાઈ હતી.જેમાં મહિલા અનમાત બેઠક માટે યોજાયેલી મતગણત્રીમાં 285 મત રદ્દ અને 1 મત મિસિંગ થયો હતો,એસ.સી/એસ.ટી બેઠક માટેની મતગણતરીમાં 195 મત રદ્દ અને 6 મત મિસિંગ થયા હતા જ્યારે સામાન્ય બેઠક માટેની મતગણતરીમાં 467 મત રદ્દ અને 1 મત મિસિંગ થયો હતો.પ્રથમ મહિલા અનમાત અને એસ.સી/એસ.ટી બેઠકો માટેનું પરિણામ જાહેર કરાયું હતું.રાજપીપળા નાગરિક બેંકનું ચૂંટણી પરિણામ જોઈએ તો સામાન્ય બેઠક પર હિતરક્ષક પેનલના ડો.નિખિલ મહેતા 2093 મત,ડો.સમીર મહેતા 2010 મત,એ.ડી.પટેલ 1911 મત,મનહર માલી 1699 મત,અમિત ગાંધી 1611 મત,જિજ્ઞાસા પટેલ 1999 મત,કલ્પના કાછીયા 1812 મત જ્યારે સહકાર પેનલમાંથી હીરાલાલ કાછીયા 1763 મત,પંકજ વ્યાસ 1671 મત, તેજેશ ગાંધી 1578 મત તથા વિરસિંગ તડવીને 2141 મત પ્રાપ્ત થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500