વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે સરકારી કૉલેજમાંથી એમબીબીએસ પૂરું કરનારા 6082 વિદ્યાર્થીએ ગામડે તબીબ સેવા આપવા ન જતાં તેમની પાસેથી 647.65 કરોડનો દંડ વસૂલાયો છે અને 270 કરોડ બાકી છે.
તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થી ગામડે તબીબ સેવા આપવા ન જાય તો તેની ડિગ્રી રોકવાનો સરકારને અધિકાર નથી. જેનો સીધો અર્થ એવો થયો કે, ગામડે ન જવું હોય તો દંડ ભરો ને ડિગ્રી મેળવો. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પેટા પ્રશ્ન કર્યો હતો કે, ડિગ્રી મેળવનાર ડૉક્ટરોને સરકાર ગામડે આરોગ્ય સેવા આપવા નિમે છે, તેમની ખાનગી હૉસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે અથવા નોકરી કરે છે.
જોકે, આરોગ્ય મંત્રીએ આવા ડોકટરો સામે દંડની જોગવાઇ છે તે સિવાય કોઇ કાયદાકીય જોગવાઇ ન હોવાનું કહ્યું હતું. તેમણે આવા ડૉક્ટરો સામે કડક પગલા ભરવા માટે લાચારી વ્યકત કરતા કહ્યું હતું કે, કાયદામાં તેમની ડિગ્રી રોકવાની કોઇ જોગવા નથી,આથી આપણે દંડ વસૂલીએ છીએ. ખાલી જગ્યા ભરવા સરકાર પ્રયાસ કરે છે,પણ હવે છેલ્લા બે વર્ષમાં 1350 બેઠકો વધારી હોવાથી નજીકના ભવિષ્યમાં સમસ્યા થશે નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500