Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડુમસમાં ૩૮ વર્ષીય પરિણીતાને દારૂ પીવડાવ્યા બાદ ફેસબુક ફ્રેન્ડે બળાત્કાર ગુર્જાયો

  • June 12, 2021 

વરાછા વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી ૩૮ વર્ષીય પરિણીતા સાથે ફેસબુક ઉપર મિત્રતા કેળવ્યા બાદ ફેસબુક ફ્રેન્ડે તેના બે મિત્રોની મદદથી તેણીને ડુમસના સુલતાના બાદમાં આવેલા સાગર વિલાબંગ્લોમાં દારૂ પીવડાવ્યા બાદ મોબાઈલમાં બિભત્સ ફોટા બતાવી સમાજમાં બદનામ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી બળાત્કાર કર્યો હતો.

 

 

 

 

ડુમસ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ  વરાછા સુદામા ચોક વિસ્તારમાં રહેતી અને વરાછામાં બ્યુટી પાર્લર ચલાવતી ૩૮ વર્ષીય પરિણીતાને બે વર્ષ પહેલા મનોજ વસોયા (રહે, વેસુ)ઍ તેના ફેસબુક ઍકાઉન્ટમાંથી  ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ ૨૫ જાન્યુઆરી ૨૦૧૯માં મનોજે પરિણીતાના બ્યુટી પાર્લરના ફેસબુક ઍકાઉન્ટï આઈડી ઉપર મેસેજ કરી તેના કૌટુંબિક મામા નાઓની ઓળખાણ આપી ગાઢ મિત્રતા કરી હતી. પરિણીતા અને મનોજ અવાર નવાર મોબાઈલ ઉપર વાતો કરતા હતા. મનોજ વસૈયાઍ પરિણીતાને ડુમસના સુલતાના બાદમાં આવેલા સાગર વિલા બંગ્લોઝમાં મળવા બોલાવી હતી.

 

 

 

 

બંગ્લામાં મનોજ સાથે તેના મિત્ર પીન્ટુ વસૈયા, સંજય સેખડા અને દીનાબેન નામની યુવતી પણ હતી. ત્યાં તમામ મિત્રોઍ્ દારૂની પાર્ટી કરી હતી જેમાં પરિણીતાને પણ દારૂ પીવડાવ્યો હતો ત્યારબાદ મનોજ સહિત ત્રણેય જણાઍ પરિણીતાને મોબાઈલમાં બિભત્સ ફોટા બતાવ્યા હતા અને સમાજમાં બદનામ કરી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી મનોજ વસોયાઍ તેણીના ઉપર બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે ગઈકાલે રાત્રે પરિણીતાઍ ફરિયાદ નોîધાવતા પોલીસે ત્રણેય નરાધમ તેમજ દિના નામની મહિલા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application