Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ત્રણ વર્ષથી ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા:પ્રેમીએ કરી નાખ્યું ના કરવા જેવું:બે જણા સામે ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો નોંધાયો

  • August 25, 2018 

તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 22 વર્ષીય યુવતીને લગ્ન કરવાની લાલચ આપી સુરત ખાતે લઇ જઈ તેનાજ પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે યુવતીની ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.આ મામલે પોલીસે બે જણા સામે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી ને જીગ્નેશભાઇ રાજેન્દ્રભાઈ વસાવા નામના યુવક સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સબંધ બંધાયેલ હોય,અને તા.24મી ઓગસ્ટ નારોજ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી શરીર સબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ યુવતીને બળજબરીથી સુરત ખાતે લઇ જઈ ત્યાં આગળ યુવતીને મારમારી તથા જાન થી મારી નાંખવાની ધમકી આપી યુવતીની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.બનાવ અંગે યુવતીએ જીગ્નેશભાઇ રાજેન્દ્રભાઈ વસાવા રહે,માણેકપોર,નાઈકફળિયું-ઉચ્છલ અને તેની મદદગારી કરનાર અજાણ્યા સાથી મિત્ર વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.જેની ફરિયાદને આધારે ઉચ્છલ પોલીસ મથકે ઈપીકો કલમ 323,366,376,506(2) અને 114 મુજબ ગુન્હો રજીસ્ટર કરી સમગ્ર મામલે આગળની વધુ તપાસ પીએસઆઈ બી.સી.સોલંકી કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application