તાપીમિત્ર ન્યુઝ,નવસારી:નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં લંચિયાઓને જેલ ભેગા કરવા માટે એક જાગ્રત નાગરિકે એસીબી ને ફરિયાદ કરતા આજરોજ પોસ્ટ ખાતાના પોસ્ટલ આસિસ્ટન્ટ અને બે ખાનગી માણસોને પાંચ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે.બનાવને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર એસીબી કચેરીએ ફરિયાદ કરનાર જાગ્રત નાગરિકના પત્નીને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી નિલેશભાઈ છગનભાઈ પટેલ (ખાનગી વ્યક્તિ) ના એ જગદીશભાઈ ખંડુંભાઈ પટેલ પોસ્ટલ આસિસ્ટન્ટ વર્ગ-3 નોકરી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ ની કચેરી વલસાડ રહે,લવકરફળિયું-વલસાડ સાથે મુલાકાત કરાવી હતી.તેમજ ઘનશ્યામભાઈ પટેલ રહે,મોટુંફળિયું ફ્લધરા-વલસાડ સહિત ત્રણ જણા ભેગા મળીને ફરિયાદીને તેની પત્નીને પોસ્ટ ખાતા માં કારકુનની નોકરી નો ઓર્ડર આપવા માટે પાંચ લાખની માંગણી કરી હતી.ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય તેઓએ સુરત શહેર એ.સી.બી નો સંપર્ક કરતા તેઓની ફરિયાદને આધારે સુરત શહેર એસીબી ટીમ દ્વારા લાંચના છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ ત્રણેય લાંચિયાઓ ભેગા મળી ફરિયાદી પાસે આવી લાંચની માગણી કરતા લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.બનાવ અંગે એસીબીએ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો દૌર શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application