તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના સુંદર નગર સોસાયટી સામે આવેલ પાપડ બનાવતી ફેકટરીમાં કામ કરતી 29 વર્ષીય મહિલાએ ઝેરી દવા પી જતા તેનું ટુકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ વાલોડ પોલીસ સ્ટેશન ડાયરીમાં રજીસ્ટર થયો છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તા.18મી ઓગસ્ટ નારોજ,વાલોડના સુંદર નગર સોસાયટી સામે આવેલ ગૃહિણી પાપડ ફેકટરીમાં હિસાબ કિતાબના ચોપડા જોવાનું કામ સંભાળતી કરીશમાબાનુ મહમદ અયાસ શેખ (ઉ.વ.29)રહે,સુંદર નગર સોસાયટી-વાલોડ નાઓ ઘણા લાંબા સમયથી પોતાના શરીરમાં લોહીના અછત હોવાના કારણે અશક્તિ તથા પથરી ની બીમારીથી પીડાતા હોવાના કારણે બીમારીઓ થી કંટાળી જતા જાતે પોતે પાપડ ફેકટરીના રસોડામાં સેલફોસ નામની ઝેરી દવા ગટગટાવી જતા પ્રાથમિક સારવાર માટે સરદાર હોસ્પિટલ-બારડોલી ખાતે દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું,બનાવ અંગે મહમદ અયાસ અબ્દુલ શેખ રહે,સુંદરનગર-વાલોડ નાઓએ વાલોડ પોલીસને જાણ કરી હતી જેના આધારે અકસ્માત મોત બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હેડકોન્સટેબલ ધર્મેશભાઈ ઉમેશભાઈ કરી રહ્યા છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application