Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેરલમાં વરસાદી કહેર:PM મોદીએ કર્યું હવાઇ નિરીક્ષણ,500 કરોડની સહાયની કરી જાહેરાત

  • August 19, 2018 

નવી દિલ્હી:સદીના સૌથી વિનાશકારી પૂરની થપાટ ઝેલી રહેલા કરળ માટે હવે એક રાહતના સમાચાર આવી રહ્યાં છે.ભારતીય હવામાન ખાતાએ શનિવારે જાણકારી આપી છે કે કેરળમાં આગામી બેથી ત્રણ દિવસમાં વરસાદમાં ઘટાડો થશે.કેરળ ભારે વર્ષાના કારણે પૂર પ્રભાવિત છે. હવામાન ખાતાના એડિશનર ડાઈરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે કેરળમાં 20 ઓગસ્ટથી ભારે વરસાદ પડવાની શક્યતા નથી.તેમણે કહ્યું કે,આ દક્ષિણી રાજ્યમાં એક ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધીમાં સામાન્યથી 170 ટકા વરસાદ નોંધાયો છે.  તેમણે કહ્યું કે હાલમાં જ કેરળના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો.શુક્રવારે 3થી 4 જિલ્લાઓમાં ભારે વરસાદ થયો.શનિવારે અમને એમ હતું કે કેટલાક સ્થાનો પર ભારે વરસાદ પડશે પરંતુ પડ્યો નહીં.અમને રવિવારે એકાદ બે જિલ્લામાં ભારે વરસાદ પડે તેવું લાગે છે અને રાજ્યના બાકીના સ્થાનો પર મધ્યમ પ્રમાણમાં વરસાદ પડશે.20 ઓગસ્ટથી ભારે વરસાદ પડે તેવું લાગતું નથી. ધીરે ધીરે વર્ષામાં ઘટાડો થશે.પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યું કે બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે.પરંતુ તેનાથી કેરળ પ્રભાવિત થશે નહીં.આ બાજુ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જણાવ્યું કે શનિવારે રાજ્યમાં 33 લોકોના મોત થયા.વરસાદ અને પૂરથી પ્રભાવિત કેરળમાં મૃતકોની સંખ્યા 357 થઈ છે.મુખ્યમંત્રીએ કહ્યું કે પૂરના કારણે રાજ્યને 19,512 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.આ દરમિયાન ભારે વરસાદના અનુમાનના કારણે અધિકારીઓની ચિંતા વધી છે.રાજ્યના 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી છે.ભારતીય હવામાન ખાતા દ્વારા શનિવારે બપોરે અનુમાન જારી થયું હતું જે મુજબ રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાં મૂસળધાર વરસાદ થવાની સંભાવના છે.તિરુવનંતપુરમ, કોલ્લમ અને કાસરગોડને છોડીને કેરળના 11 જિલ્લા રેડ એલર્ટ પર છે.કેરળ 100 વર્ષોમાં સૌથી ભીષણ પૂરની આફતનો સામનો કરી રહ્યું છે.    High light-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્તની પ્રાકૃતિક મુશ્કેલી સામે ઝઝૂમી રહેલ કેરલને રૂ.500 કરોડની રાહત આપવાની જાહેરાત કરી છે.મોદીએ શનિવારનાં રોજ કેરલમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.તેઓએ પૂરને કારણ થયેલી અસમાયિક મોત અને સંપત્તિઓનાં નુકસાનને લઇ ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. 100 વર્ષની સૌથી મોટી ભયાનક પૂર હોનારતની ઝપેટમાં આવી ગયેલ કેરલનાં હાલાતનું નિરીક્ષણ લેવા ગયેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મુખ્યમંત્રી પિનારાઇ વિજયન તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની સમીક્ષાની બેઠક કરી.પ્રધાનમંત્રીએ પ્રદેશનાં પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું.મોદીએ પૂરથી પ્રભાવિત થયેલા કેરલને 500 કરોડ રૂપિયા આપવાની તાત્કાલિક મદદ કરવાની જાહેરાત પણ કરી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application